________________
ચતુર્થ ઉદ્દેશક
વીર પ્રભુની તપશ્ચર્યા
સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન, અર્થાજન, કે એવી બીજી સર્જનાત્મક બાહ્ય પ્રવૃત્તિઓમાંયે કઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં તપશ્ચરણને અવકાશ ન હોય! પરંતુ અહીં તો જેતપશ્ચરણ નું વિધાન છે તે મુખ્યત્વે આધ્યાત્મિક વિકાસને અનુલક્ષીને છે.
બહિર્ભત–પરભાવથી થતી ક્રિયાઓમાં ચેતન્યની જે શક્તિઓ વહેચાઈને વિખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચેતન્યની વિપરાતી શક્તિઓ સંગ્રહીત કરી એમને એક પ્રખર સંચય કરે, એનું નામ તપ. જુદી જુદી રીતે વહી જતી અનેક નિઝરણુઓના જલને સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે, અને મહાન કાર્ય આપી શકે છે, તેમ ચૈતન્યની સંગૃહીત શકિત પણ અનંતગણું કાર્ય આપી શકે છે. છૂટાંછવાયાં કિરણે કશું કાર્ય કરી શકે નહિ. પણ એ એકત્રિત થાય છે અને જવલંત શક્તિ પ્રગટે છે. તેમ ચિતની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. આથી કઈ પણ ધર્મ તપાસશે તો પ્રત્યેક ધર્મસંસ્થાપકે તપ શક્તિની અનિવાર્ય આવશ્યક્તા સ્વીકારી છે એમ જણાયા વિના રહેશે નહિ.