________________
૪૦૪,
આચારાંગસૂત્ર
વિભાગ તે કાળે પ્રાયઃ અનાર્ય લોકોની વસતિથી વ્યાપ્ત હેવો જોઇએ. જેનામાં આર્યના ગુણે જેવા કે માનવતા, દયા, પ્રેમ, ઉદારતા, પરોપકાર, સંયમ કે ત્યાગ ઈત્યાદિ ન હોય પણ મૂઢ સ્વાર્થ અને નિર્દયતા જ હોય કે–એને લઈને જેઓ પાશવી અને પેશાચિક કર્મો કરતાં હોય, તથા પરલોકને કે સ્વકૃત કર્મોના પરિણામને ડર ન રાખતા હોય, તેમને અનાર્ય કહેવાય. આજે પણ આવી વસતિ પ્રાયઃ જંગલો અને ખીણોમાં વસતી મળી આવે છે. તેમનું જીવન વ્યવસ્થિત શ્રમજીવી નથી હોતું. પ્રાયઃ લંટીને કે જેતે ખાઈને તેઓ જીવન લંબાવતા હોય છે. તેમાં માંહમાંહે પણ ખાસ સામાજિક નિયમ નથી હોતા. શક્તિ એ જ એમનો નિયમ. એટલે જ સૂત્રકાર કહે છે કે તે વિભાગો સાધુજનોને જવા માટે દુગમ્ય હતા. એ પ્રદેશ જંગલ, ખીણ અને પહાડોને લઈને કેવળ માર્ગની દષ્ટિએ જ નહિ બલકે ત્યાં વસતી માનવજાતિની સંસ્કૃતિની દૃષ્ટિએ પણ દુર્ગમ્ય હતા છતાં
the minds of the audience. સારાંશ કે જ્યાં શ્રેતાઓના મન પર ધાર્મિક ઉપદેશની ઘણું જ થંડી અસર થતી તેવો પ્રદેશ, આવો અર્થ “પ્રાચીન ભારતવર્ષ” માં સ્વીકૃત છે. જુઓ પૃ. ૧૬પ. જો એ વ્યુત્પત્તિજન્ય અર્થને રવીકાર કરીએ તે શુભ્ર ભૂમિને ‘ઉજવળ સંસ્કારવાળી પ્રજાને પ્રદેશ” એ અર્થ પણ કાં ન ઘટે? જ્યારે અહીં સૂત્રકાર તે એ બન્ને પ્રદેશને લાટ દેશના વિભાગો તરીકે વર્ણવે છે. અને એ બને વિભાગોમાં વસતી પ્રજામાં અનાર્ય ત્વ અધિક હતું એમ પણ જણાવે છે. વળી ભૂમિ સખ્ત કે નમ્ર હોય તો પ્રજાનું માનસ નમ્ર કે લોખંડી બને. એ યુક્તિ પણ સંગત નથી. ઘણી વાર નમ્ર ભૂમિમાં વસતા માનવોનાં માનસ કઠોર હોય અને કઠેર ભૂમિમાં વસતા મનુબેનાં માનસ નમ્ર હોય એવું નજરે દેખાય છે. વસ્તુતઃ માનસ રવભાવ અને ભૂમિને ખાસ પ્રત્યક્ષ એ કશો સંબંધ નથી.
આ પ્રદેશો હાલના ઓરિસા પ્રાંતની સરહદ પર અને પ્રાચીન સત્રની દષ્ટિએ વંશ અથવા ચેદી દેશની સરહદ પર હેવો જોઈએ એવી પ્રાચીન ભારત વર્ષને લેખકની કલ્પના છે. જ્યારે બીજા ગ્રંથકારે એ પ્રદેશોને શ્રાવસ્તી નગરની ઉત્તરમાં હિમાલય તરફના પહાડી દેશમાં હેવાનું જણાવે છે. આ બે પિકી ઐતિહાસિક સત્ય શું છે એ ઈતિહાસના જિજ્ઞાસુઓ શોધીને વિચારો મારી, દષ્ટિએ મને બીજા ગ્રંથકારને મત શ્રમણ મહાવીરનાં વિહાર સ્થાનોની અપેક્ષાએ પ્રમાણભૂત છે.
'