________________
શ્રમણની સહિષ્ણુતા . ૪૦૫ શ્રમણ મહાવીરે ત્યાં વિચરવું યોગ્ય ધાર્યું. અહીં જ તેમની સહજ ઉદારતાની પૂરેપૂરી પ્રતીતિ થાય છે. જ્યાં આર્યો હોય ત્યાં આર્યોનું સન્માન હોય જ. અને ત્યાં ખાસ ઉપસર્ગો-પરજન્ય બાધક સંકટ આવવાના પ્રસંગે પણ ભાગ્યે જ મળે, પણ અનાર્ય ભૂમિમાં તો એવા પ્રસંગો પળેપળે સાંપડે અને ત્યાં સમભાવને નમૂન પુરે પાડવાથી પોતાને અને પરને બનેને લાભ થાય. પરને એટલા માટે કે આવા ચરિત્રની અનાર્યોને પણ અસર થવાનો સંભવ રહે. કારણ કે તેઓ પણ મનુષ્ય છે, તેમાં પણું લાગણી જેવું તત્ત્વ છે. માત્ર નિમિત્ત ન મળવાને કારણે વાતાવરણવશ તેમનું અનાર્યત્વ વધતું જાય છે. એટલે અનાર્યોને આર્યત્વનાં દેલને મળે એ શુભ નિષ્ઠા પણ શ્રમણ મહાવીરના અનાર્યભૂમિના ગમન પાછળ ફલિત થાય છે. જગકલ્યાણના ઇછુક શ્રમણ મહાવીરની આ યોગ્યતાએ જ તેઓ વિશ્વકલ્યાણના સાધક, સર્વજ્ઞ અને ભગવાન બની ગયા.
[૩-૪] વિચક્ષણ જંબુ ! લાટ દેશમાં વિચરતાં તે મહાશ્રમ- . ણને ઘણાં કષ્ટ વેઠવાં પડતાં. ભિક્ષાર્થે જતાં ત્યાંના અનાર્ય લેકે તે વીર શ્રમણને મારવા અને બટકાં ભરવા દોડતા. અથવા ઘરમાં બેઠાં બેઠાં કેટલાક અનાર્યો તે પિતાના જંગલી કૂતરાઓને તે તરફ દોડાવી મૂકી કરડાવતા પણ ખરા. છતાં આ બધાં કષ્ટને તેઓ સમભાવથી સહી લેતા. આવાં કષ્ટો સહી ફરતા ફરતા કદાચ કઈ સ્થળેથી ભિક્ષા મળતી તો પણ તે ભજન અતિ લૂખું અને બહુ અલ્પ મળતું.
આ અનાર્ય પ્રદેશોમાં સામાન્ય રીતે વિચરતાં પણ ઘણા જંગલી પશુઓ અને કુતરાઓ તેમને રંજાડતા. પરંતુ એ જોઈ અનાર્યોને તે કુતૂહલ થતું અને ઘણું મૂખ લેકે તે કૂતરાઓને છુ છુ કરીને તે શ્રમણને કરડાવવાની ઊલટી પ્રેરણા કરતા તેમાંના કોઈ ભાગ્યેજ એવા મળતા કે જે આવું કંઈ કરવા ન ઈચ્છતા અને કોઈ વિરલ તેને વારવા પ્રયત્ન પણ કરતા. '
નોંધ-આ બને સૂત્રો પરથી ત્યાંની જંગલી પ્રજાનું માનસ, ત્યાંની રહેણીકરણી અને ત્યાંના ખાનપાનને પરિચય થાય છે. અને અનાર્યોમાંચ આર્યવના આછા પાતળા સુષુપ્ત કે પ્રગટ સંસ્કારે તે હોય છે એ વાત