________________
- ત્યાગનું ફળ
૧૦૫
છે . નેંધ –જે પિતાને તે છે, તે જગતને જીતે છે; અને જેટલે અંશે જે જગતને જીતી શકે છે એમ દેખાયું હોય ત્યાં સમજવું કે તેણે તેટલે અંશે પિતાને જીત્યો હોવો જોઈએ. આમ કહીને સૂત્રકાર બે વસ્તુ કહે છે: એક તો આત્મવિશ્વાસની, અને બીજી વૃત્તિવિજયની. આત્માની અનંત શક્તિ છે. તેથી જે આત્માને સાધે છે, તે અનંત શક્તિઓને સાધી લે છે; એટલે કોઈ પણ સાધનાને હેતુ આત્મપ્રાપ્તિનો જ હોવો ઘટે. આથી એમ પણ ફલિત થાય છે કે જે દ્વારા આત્મપ્રાપ્તિ ન થાય તે માર્ગ સાધનાનો માર્ગ કહી શકાય નહિ. વૃત્તિના વિજય વિના આત્મપ્રાપ્તિ શક્ય નથી, એટલે જ સંયમ અને ત્યાગમાર્ગ બતાવ્યો. આ રીતે વૃત્તિનો વિજય એ જ ત્યાગને આદર્શ અને વૃત્તિનો વિજય થયો એટલે લોકનો વિજય અને આત્માનું દર્શન પણ થયું જ સમજવું. જ્યાં આત્મદશીંપણું છે, ત્યાં ભય અને ઇચ્છા બન્નેને વિરામ છે; પણ જ્યાં વૃત્તિની અધીનતા છે, ત્યાં સંસારની પરાધીનતા અને દિખ બધુંયે છે.
[૫] આથી જ વીર સાધકે સંસાર સંબંધી દુઃખને જાણીને સંસારના સાગ જોડનાર ત (આસકિત ઇત્યાદિક)ને વમે છે. અને તેને વમીને મહાયાન (એટલે કે ઉત્કૃષ્ટમાર્ગ–સત્યમાર્ગ–સંયમમાર્ગ) તરફ ગમન કરી ક્રમપૂર્વક આગળ ને આગળ વધે છે. (પરમપદ–નિર્વાણને પામે છે. ) તેઓને પછી જીવિતની પણ આકાંક્ષા રહેતી નથી.
નોંધ –-આ સૂત્રમાં વીર સાધકની વીરતાને ઉપચોગ સમજાવ્યા છે. પાશવ બળ કે વિલાસમાં વપરાતી વીરતા એ વીરતા નથી, પણ સંસારનાં મૂળ ઉખેડવાને પુરુષાર્થ એ જ વીરતા છે. આવી વીરતા સંચમ અને ત્યાગમાં ઉપયોગી છે. અને તે ત્યાગી વીરતાને પરિણામે જીવનેચ્છા કે જેની સંસારના જીવમાત્ર પર અસર હોય છે તેને સુધાં છતી જાય છે. જ્યાં સુધી જીવનમાં કઈ પણ ભેચ બાકી હોય, ત્યાં સુધી જીવનની ઝંખના વિરમે નહિ; એટલે જીવનની ઝંખનાને વિજય એટલે ધ્યેયનો વિજય, કિંવા દયેયની સિદ્ધિ.એચની સિદ્ધિ પામવી, અને વીરતાની પરાકાષ્ઠાએ પહેચવું, એ બન્ને એકીસાથે જ સધાતા રહે છે..