________________
૧૩૪
આચારાંગસૂત્ર
' જગતના મહાપુરુની શાન્તિનું બીજ જિજ્ઞાસાપૂર્વક પદાર્થની અવલોનબુદ્ધિથી ઉત્પન્ન થયું હોય છે, એટલે તે પુરુષોની શાનિ પરથી પણ તું શ્રદ્ધા જન્માવી તારા આત્મામાં પણ તેવી જ શાન્તિ ભરી છે તેને અનુભવ કર; એમ સૂત્રકાર વદે છે.
[૧૦] ઉપરની બન્ને બાજુ તપાસીને બુદ્ધિમાન અને તત્ત્વદર્શી સાધક કદાપિ પ્રબળ નિમિત્તો મળવા છતાંયે કેાઈ પર ક્રોધ ન કરે.
નોંધ –અહીં “ પ્રબળ નિમિત્તે મળવા છતાં ” એ પદ મૂકવાનું પ્રયજન એ છે કે નિમિત્તે પોતે કંઈ મહાન નથી. નિમિત્ત દ્વારા જે કંઈ કિયા થાય છે તેમાં નિમિત્તોની મહત્તા નથી પણ મુખ્યત્વે ઉપાદાન જ કારણભૂત હોય છે. વૃત્તિ પોતે જ અંતરમાં રહી બહારનાં નિમિત્તે ઊભાં કરે છે અથવા નિમિત્તોને વશ થાય છે. એ વૃત્તિના દૂષિત આવેગનું જ નામ ક્રોધ. એટલે આ ક્રોધ કે વૃત્તિના આવેગને શમાવવો એ જ સાધનાનું ફળ હોવું ઘટે. વિવેકબુદ્ધિ અને આત્માભિમુખતાની પણ એ એક કસોટી છે.
ઉપસંહાર
પરમાન્યતા કે પરભૂમિકાના ધર્મ તરફ ઉપેક્ષા રાખી સ્વધર્મ પરની શ્રદ્ધા કેળવવી. જે વિદ્યાના સંસ્કાર જીવનમાં સમસ્ત તવોને સંસ્કારી બનાવે છે, તે જ સાચી વિદ્યા છે. તત્ત્વદશી પુરુષોનાં વચન પર શ્રદ્ધા રાખવાથી જીવન પ્રફુલ્લ અને વિકસિત બને છે.
આત્માભિમુખ દષ્ટિના વિકાસ માટે દેહદમન, ઇદ્રિયદમન અને વૃત્તિદમન ત્રણેની આવશ્યક્તા છે.
જે વિલાસમાં ક્રોધાદિ રિપુઓની ઉત્પત્તિ છે, તે વિલાસ દુઃખદ છે. તમારી સાચી દષ્ટિ જાગૃત કરે અને તે દૃષ્ટિથી પદાર્થોને અને જગતને અવલોકે; સમજની કસેટી કરે.
કષાયોની ઉપશમતામાં શક્તિનું મૂળ છે. જગતના સર્વ મહાપુરુષોએ એ જ માર્ગ સ્વીકાર્યો છે. તમારું પણ એ જ માર્ગ વલણ થઈ કલ્યાણ થાઓ.
એમ કહું છું. સમ્યકત્વ અધ્યયનને તૃતીય ઉદ્દેશક સમાપ્ત થશે.
-
-
-