________________
સત્પુરુષાની આજ્ઞાનું ફળ
૧૧
છે. આ બન્ને સ્થિતિ સાધકને માટે ચાગ્ય નથી. અખંડ શ્રદ્ધાની સાથે અખંડ પુરુષાર્થી હાવા ઘટે. નૈસિર્ગક જીવન ગાળનાર પરમપુષાથી હોય છે. જે સુસ્ત જીવન ગાળે છે, તે પેાતે નૈસર્ગિક જીવન ગાળે છે એમ ન કહી શકે.
[૨] ગુરુદેવની દૃષ્ટિબિંદુએ જોવાનું, ગુરુદેવે બતાવેલી નિરાસક્તિએ પ્રગતિ કરવાનું, તેમના આદેશનું બહુમાન કરવાનું, તેમના પર શ્રદ્દા રાખવાનું અને આ રીતે ગુરુકુળવાસ કરવાનું જેમણે જીવનધ્યેય બનાવ્યું છે, તે અવશ્ય વિજય મેળવીને આત્મદર્શન પામશે. અને એવા આત્મદશી પુરુષ કે જેનું મન પેાતાના વશથી બહાર નથી અર્થાત્ કે જેણે મન પર પૂર્ણ કામૂ મેળવ્યા છે તે પુરુષ કાઈ પણ સુંદર કે અસુંદર નિમિત્તોથી પરાભવ પામતા નથી અને તે સમભાવી રહી રાકે છે. માટે નિરાવલંબી રહેવા માટે તે સંપૂર્ણ સમર્થ ગણાય.
નોંધ:-ચિત્તના ધર્મને સંપૂર્ણ રીતે સમજી લઈ મન પર સ્વામીત્વ જમાવ્યા પછી અવલંબનની જરૂર રહેતી નથી. સદ્ગુરૂરારણ આ હેતુએ છે. અને અહીં સુધી તેનું મર્યાદાક્ષેત્ર છે, એમ પણ કહી શકાય. આત્મદર્શન પછી મન પર સ્વામીત્વ આવતાં વાર લાગતી નથી. એથી આવા સાધકને અવલંબનની જરૂર નથી.
[૩] પૂજ્ય ગુરુદેવ ! આત્મદર્શન શાથી થાય? એના ઉત્તરમાં ગુરુદેવ જણાવે છે કે આવું આત્મદર્શન જાતિસ્મરણુજ્ઞાનથી, સર્વજ્ઞ પુરુષોના અનુભવી ઉદ્દગારાથી કિવા બીજા મહાપુરુષોની પાસે સાંભળવાથી થાય છે. માટે પ્રવાદથી પ્રવાદને જાણા.
નોંધઃ—પ્રવાદને પ્રવાદથી જાણેા એટલે કે દર્શનને દર્શનથી જાણેા. એવા અ` ટીકાકાર મહાત્માએ કર્યા છે. પણ અહીં અનુભવથી અનુભવને જાણા એવે સૂત્રાશય બેસાડવા વધુ ઠીક લાગે છે. કેટલાક સાધકા ઘણીવાર સદ્ગુરુ કે અનુભવી પુરુષાના અનુભવને પેાતાના અનુભવ માની લઈ સ્વાનુભવ મેળવવાના પુરુષા કરતા નથી અને કલ્પનાના આકાશમાં વિના પાંખે ઊડવાને પ્રયત્ન કરે છે. અથવા કેટલાક સાધકા સદ્ગુરુદેવના પ્રસાદથી બધું મળી જશે એમ માની અાગૃત રહે છે. આ બન્ને રીતિ સામે આ સૂત્રનો વિરોધ