________________
૨૮૮
આચારાંગસૂત્ર
થાય છે. એટલું જ નહિ બલકે તે જ સત્ય છે બીજું નહિ એવો એકાંતઆગ્રહ પકડે છે.
સત્ય કદી કેવળ બુદ્ધિ કે કેવળ હૃદયથી સમજાવી શકાય નહિ, તેમજ બહારથી લાવી શકાય પણ નહિ. સત્યને આધાર વ્યક્તિના વિકાસ પર છે. જેને જેટલો વિકાસ તેટલું તે ગમે ત્યાંથી અને ગમે ત્યારે લઇ શકે. આટલો જેને વિશ્વાસ હોય તે જ સત્યાથી અને સત્યપ્રેમી ગણાય. આ સાધક કદી પિતાની માન્યતાને વિતંડાવાદ કે આગ્રહથી કોઈના પર લાદવા પ્રયત્ન ન જ કરે. તે સમજે કે હું જે દર્શનને માનું છું તે દર્શનના સ્થાપક સર્વજ્ઞ પુરુષ હોય, અથવા હું માનું છું તે મત પૂર્ણ સત્ય પર સ્થાપિત થયે હોય, તોયે હું તે એ મહાસાગરમાંથી મારી યોગ્યતા ઘડા જેટલી હોય તો તેટલું જ લઈ શકું. અને ઘડા જેટલું પાત્ર આખા મહાસાગરનું વર્ણન કરવા બેસે કે આખા જગતને તેમાંથી પાણી પીરસવા બેસે, તો એ ધૃષ્ટતા જ ગણાય. એ તો માત્ર એટલું જ કહી શકે કે “ હું તરસ્યો હતો, ત્યારે ફલાણું દર્શન કે મતમાંથી તૃષા માટે તેટલું હું પામી શક્યો છું. અને મારે માટે તો એ એક મહાસાગર છે એમ મને લાગ્યું છે. અને તેનાં આ કારણ છે.” આટલું પણ નિરાગ્રહ, નિઃસ્વાર્થ અને સરળ બુદ્ધિથી કહે. એમાં જ સ્વ અને પર ઉભયનું શ્રેય અને શાસન કે દર્શનની પ્રભાવના છે. એથી વિશેષ કહેવું કે વિતંડાવાદમાં ખેંચાઈ જવું એમાં સ્વ કે પર કેઈનુંય હિત નથી.
જૈનદર્શનને સ્યાદ્વાદ વિશ્વ પરના બધા મત, પંથ, સંપ્રદાય કે ઘર્મોને આ રીતે સમન્વય સાધી આપે છે. તે એમ શીખવે છે કે જગતનાં બધાં દર્શને અમુક અમુક અપેક્ષાએ સત્યના જ અંશે છે–કેઈ વિકસિત અને કોઈ અવિકસિત. પરંતુ અમુક અંશ જ્યારે બીજા અંશમાં ભળી ન શકે, એક બીજાનો તિરસ્કાર કરે ત્યારે એ વિકૃત થાય છે, અને સત્ય મટી સત્યાભાસ બને છે. જ્યારે આ સ્થિતિ થાય ત્યારે તે મત અને તેના અનુયાયીઓ માટે તે નાવ મટી પથ્થરરૂપ બને છે; આ સંસારરૂપી મહાસાગરમાં પિતે ડૂબે છે, અને તેને પકડનારને પણ ડુબાડે છે. પણ જે મત, પંથ કે દર્શન બીજાં સત્યને પચાવવાનો અવકાશ રાખે છે, તે ઉદાર અને સંગઠિત બની પૂર્ણ સત્યના માર્ગે ગતિ કરે છે અને પિતાના અનુયાયીઓને પણ વિકાસનો માર્ગ શોધી આપે છે.