________________
૩૦૮
આચારાંગસૂત્ર
હાઈ પ્રગતિ સાધવાની સંપૂર્ણ અનુકુળતા શક્ય નથી. પરંતુ એક યૌવન જ એવું વય છે કે ત્યારે બુદ્ધિ, મન, અહંકાર, ચિત્ત, કે બાહ્ય તથા આંતરિક મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને દેહ વગેરે જે જે જીવનવિકાસને ઉપયોગી સાધનસંપત્તિ પ્રાપ્ત થવી ઘટે તે તે બધી સામગ્રી યોગ્યતા. મુજબ દરેકને પ્રાપ્ત થાય છે. યૌવનવયે દેહ અને મુખ પર જે સૌંદર્ય, ઉત્સાહ, ઓજસ, અને પ્રતિબબ દેખાય છે, તે એની પ્રતીતિરૂપ છે. . સૂત્રકાર કહે છે કે –એ વયે જેમ એક તરફ સાધનો અને શક્તિ પ્રાપ્ત થાય છે તેમ બીજી તરફ એ સાધનને ખેટે માર્ગે ખેંચનારાં નિમિત્તો પણ એટલાં જ આવી મળે છે. જેમના પૂર્વજન્મના પાશવ સંસ્કારનું જોર નરમ પડીને નવીન સંસ્કાર સામગ્રી હજુ વિકસિત થઈ હતી નથી, કિંવા જેમને વિવેકબુદ્ધિ પ્રાપ્ત થઈ હોતી નથી, એવા–અથવા ખરી રીતે કહીએ તે જેમણે આ સાધનસંપત્તિ શા માટે છે, એ સંબંધી પોતાની બુદ્ધિથી વિચાર કર્યો હોતો નથી તેવા–માનવો સૌંદર્ય, ઉત્સાહ, એજયું, અને આકર્ષણનો દુરુપયોગ કરવા માંડે છે. જેમ શક્તિને વધુ સંગ્રહ ચાવનવયમાં પ્રાપ્ત થાય છે, તેમ શક્તિને વધુમાં વધુ દુરુપયોગ કે હાસ પણ એ જ વચમાં થાય છે.
આવે વખતે જાગૃતિ આવવી કે જાગૃતિ આવે તેવાં નિમિત્તો મળવાં એને આધાર પૂર્વપુરુષાર્થ પર છે–જેને આપણે પૂર્વસંસ્કારે, ઉચ્ચ પ્રારબ્ધયોગ કે મહાપુની કૃપાને નામે ઓળખીએ છીએ.
જગૃતિ આવવી એટલે વિવેકબુદ્ધિની પ્રાપ્તિ થવી. બુદ્ધિ તે માનવમાત્રને હોય જ છે, પણ જ્યાં સુધી બુદ્ધિનો અંતઃકરણ સાથે સંબંધ નથી હતા, ત્યાં સુધી તે કેવળ વિકલ્પાત્મક હોય છે, નિર્ણયાત્મક નથી હોતી. અને જ્યાં સુધી બુદ્ધિ નિર્ણયાત્મક ન હોય, ત્યાં સુધી પ્રગતિની દિશા સ્પષ્ટ ન હોય તે સ્વાભાવિક છે. સત્યાસત્યને નિર્ણય તે હૃદયના વિકાસ પછી જ આવે છે, અને તેની નિર્ણયાત્મક બુદ્ધિને જ વિવેકબુદ્ધિ તરીકે ઓળખાવાય છે.
વિબુદ્ધિ જાગ્યા પછી જ દયેયની સ્પષ્ટતા થાય, અને સાચો પુરુષાર્થ સધાય. પણ સૂત્રકાર કહે છે કે-યૌવનવયે આ દશા પ્રાપ્ત થવી ભાગ્યે જ શક્ય છે. એટલે જ “સાધકોએ” એવો નિર્દેશ કર્યો છે. વળી અહીં “કેટલાક” પદના નિદેશનો બીજો આશય એ છે કે ત્યાગ સૌ કોઈને સુલભ નથી. અને