________________
૩૮૨
આચારાંગસૂત્ર
આકારમાં આવે છે એ તપાસતા રહે–પછી તે ક્રિયા વ્યવહારની હો કે ધર્મની છે. આનું જ નામ ઉપગ, જાગૃતિ કે સાવધાનતા.
[૧૬] સુજ્ઞ જંબુ ! આ રીતે તે ભગવાન સ્વયં શુદ્ધ અહિંસાને અનુસર્યા અને અન્ય સુયોગ્ય સાધકોને પણ આ માર્ગે અધઃપતનથી અટકાવવામાં સમર્થ થયા. વળી એમણે સ્ત્રીસંસર્ગ તથા એના પરિણામને યથાર્થ જોઈ લીધા પછી એમ કહ્યું કે અબ્રહ્મચર્ય પણ સર્વ કર્મોનું મૂળ છે. માટે આ રીતે પદાર્થહ અને સ્ત્રીમેથી પર થવું ઘટે. મેક્ષાર્થી જંબૂ ! હું તને કહું છું કે શ્રી મહાવીર પોતે પણ એ બન્નેનો ત્યાગ કરીને જ સર્વ કર્મને ક્ષય કરી શક્યા છે, અને પરમાર્થ દશ-કેવળ જ્ઞાની-સર્વજ્ઞ બની શક્યા છે.
નેંધ –અહીં શુદ્ધ અહિંસાનો કરાયેલો નિર્દેશ, નિરાસક્તિની ભાવનાથી પળાતી આહસા જ શુદ્ધ અહિંસા છે એવો જે શીતોષ્ણીના બીજા ઉદ્દેશકમાં ઉલ્લેખ આવ્યું છે તેનું વધુ સચોટ નિરૂપણ કરે છે. શ્રી મહાવીર પોતે તે જીવતા એટલે એ એના પૂર્ણ દૃષ્ટાંતરૂપ છે. જ્યાં સુધી વૃત્તિમાં મમત્વ અને આસક્તિ હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા ન પળાય. આ વાત મનનીય હાય તોયે અનુભવગમ્ય તો છે જ.
બીજી વાત સ્ત્રીસંગના ત્યાગની કહી છે. જોકે આને સમાવેશ પણ મમત્વના ત્યાગમાં આવી જ જાય છે, તો તેનો પૃથક નિર્દેશ કરવાનું કારણ એ છે કે પદાર્થમેહ કરતાં સ્ત્રીનેહ સંસારનું મૂળ કારણ છે. સ્ત્રીમહ પાછળ છાયાની પેઠે પદાર્થમેહની લાલસા આવે છે. સ્ત્રીમેહ છૂટયા પછી તેને ટતાં વાર લાગતી નથી. પણ સ્ત્રીઓ અને સ્ત્રીઆકર્ષણ બને વસ્તુ શું છે ? સ્ત્રીઆકર્ષણ શાથી જન્મે છે ? અને એ આકર્ષણ પછી મોહનું સ્વરૂપ કેવી રીતે અને શા માટે પકડે છે એ વાત અગાઉ વિચારાઈ ગઈ છે. એમાંથી કંચન અને કામિનીના ત્યાગની પાછળ લાલસા અને વાસનાના સંસ્કાર–પૂર્વાધ્યા–ને દૂર કરવાનો આશય સમજાશે.
[૧૭] (આ રીતે એ શ્રમણવરના મૂળ ગુણોને બતાવી હવે સૂત્રકાર ઉત્તર ગુણોને પ્રકટ કરે છે) મતિમાન જંબૂ ! તે ભગવાને આધાકર્માદિ દૂષિત આહાર સેવનથી (વૃત્તિ કલુષિત થાય છે અને તેવી વૃત્તિથી) કર્મબંધન થાય છે એમ જોયું. અને તેથી જે કંઈ બંધનના