________________
વીરનાં વિહાર સ્થાને
૪૦૧ એ સાધકનું હૃદય કેટલું ઉચ્ચ અને ઉદાર છે? એ પતિત પ્રત્યે પણ કેટલો પ્રેમાળ છે? એનાં વિકાર, માયા, દંભ, લોભ વગેરે કેટલાં ઘટહ્યાં છે ? અને એણે પૂજા પ્રતિષ્ઠાની વાસના તથા લાલસા કેટલી ઘટાડી છે ? એને દેહાધ્યાસ કેટલું છે? એ યોગ્યતા પર જ યોગીની ભૂમિકાને મદાર છે. અહીં શ્રમણ મહાવીરની મહત્તા પણ એ દષ્ટિએ છે.
[૧૪] દિવ્યદૃષ્ટિ જંબૂ ! આ રીતે યોગી હોવા છતાં શ્રમણ મહાવીરે દેહાધ્યાસની લેશ પણ અસર ન થાય તે સારુ વધુ ને વધુ જાગરૂક રહી ઉપરની જે વિધિનું પાલન કર્યું છે તે વિધિનું પ્રત્યેક ત્યાગી સાધકે વિવેકપૂર્વક પાલન કરવું હિતાવહ છે.
ઉપસંહાર શ્રમણ મહાવીરનો વિહાર એ જેમ સાધનાનું એક અંગ હતું, તેમ વિહારમાં ભિન્નભિન્ન એકાંત સ્થાનમાં રહી સ્વાધ્યાયમગ્ન અને ધ્યાન મગ્ન રહેવું એ ક્રિયા પણ સાધનાનાં અંગભૂત હતી. અલ્પનિદ્રા, તપશ્ચરણ, કષ્ટ સહન એ બધાં વૃત્તિ પર વિજય મેળવવાના પ્રયોગો હતા. તે દ્વારા સત્યની પ્રાપ્તિ જેમજેમ થતી ગઈ તેમતેમ દેહ સાથે રહેવાં છતાં તેઓ દેહાધ્યાસથી પર રહેવામાં સફળ થતા ગયા. પ્રત્યેક સાધકની સાધના આ રીતે સફળ થઈ શકે છે.
એમ કહું છું.
ઉપધાન શ્રત અધ્યયનને દ્વિતીય ઉદ્દેશક સમાપ્ત થયો.