________________
વીરનાં વિહારસ્થાને
૩૯૯
નોંધ –પ્રથમ કમાં ધ્યાન વખતની સ્થિતિનું વર્ણન કર્યું છે. અને તે સ્થિતિમાં પોતે દેહભાનથી પર હોઈ તે સમયે ઉત્તર ન વાળી શકે એ બનવું સ્વાભાવિક છે. પણ સમાધિ કે ધ્યાનમાં ન હોય અને દેહભાનમાં હોય ત્યારે પણ સાંભળવા છતાં ઉચિત અને સત્ય ઉત્તર ન આપો એ વાસ્તવિક ન ગણાય એમ બતાવે છે. ' એટલે જ સૂત્રકાર બીજા લેકમ વદે છે કે જે કંઈ પૂછે તો તેને પિતે સ્પષ્ટ કહેતા. આ પરથી સાધકને શીખવાનું એ છે કે જે ભૂમિકાએ પિતે હોય તે ભૂમિકાને ધર્મ તેણે પાળવો જોઈએ અને આચર જોઈએ. એથી જ કમિક વિકાસ થાય છે. અને જેમ જેમ અનુભવ થતો જાય તેમતેમ ક્રિયાશુદ્ધિ પણ સહજ રીતે થાય છે. આથી ઊલટું જે સાધક પિતાની ભૂમિકા ન તપાસતાં આગળની ભૂમિકાના ઉચ્ચધમને અડવા માટે ક૯૫નાના કૂદકા મારે છે તેને ગજાવગરની વાત થઈ પડવાથી પટકાવું જ પડે છે. અને તેના આંતરજીવનને અને બાહ્ય જીવનને સે સે ગાઉનું અંતર પડી જવાથી તે વધુ ને વધુ પતન પામે છે. સાધનામાં જોડાનાર પ્રત્યેક સાધકે આ કાંટાને દૂર ફેંકી પછી પગ મૂક્તા રહેવું ઘટે, તે જ તે પંથ કાપવામાં સફળતા પામે.
આંતરિક સંસ્કારે જેવા હોય, પિતે માનતો હોય, કે વિચારતો હોય, તેમજ વર્તતો હોય તો એનું આવું નિખાલસ જીવન કુટિલ માર્ગે હોય તોય સીધે માર્ગે વળતા વાર લાગતી નથી. અને તે સદાયે હળવો ફૂલ જેવો રહે છે. તેથી ઊલટું ચાલનાર સીધે માગે હોય તેય તેના માર્ગમાં દંભ, પાખંડ, કુટિલતા અને એવા એવા કાંટાઓ હોઈ એને પંથ કાપવામાં અનેક મુશ્કેલીઓ નડે છે. સારાંશ કે જે વસ્તુ જે રૂપમાં અસર કરતી હોય તે રૂપે એને તાત્કાલિક પ્રગટ કરવી ઘટે, અને જો એ અસર દૂષિત હાઈ દૂર કરવા જેવી લાગે તો સૌથી પ્રથમ વૃત્તિ પરથી તેનું સ્થાન દૂર કરવા પ્રયત્ન કરે. પણ જો તેમ ન કરતાં, વૃત્તિ પર જુદી અસર થાય તોયે વાણુંમાં કે ક્રિયાને ન દેખાય તેવા દંભથી એને ગોપવવાનો પ્રયાસ કરવામાં આવે તો બેવડું નુકસાન થાય છે. જે જેવું હોય છે તેવું વહેલું કે મોડું દેખાયા વિના રહેતું નથી એ કુદરતી નિયમ છે. અને તેને ઢાંકવા માટે કરેલી ખાટી ક્રિયાઓના સંસ્કારે સાધકને ઊલટા વધુ પડે છે:
અહીં શ્રમણ મહાવીરની આ ક્રિયાઓ પરથી તેમના નૈસર્ગિક છવનની પૂર્ણ ખાતરી થાય છે. પોતાના કાનમાં વચન પડે, અને તે અસર કરે