________________
૪૦૦
આચારાંગસૂત્ર
તેને ઉચિત ઉત્તર આપે, એ ઉત્તરથી સામા લેકે ચિડાઈને મારે તો તે સહે, અને ત્યાંથી ચાલી જવાનું કહે તો તેમ કરે, પૂછયા વગર તેમને સ્વયં બલવાનું મન ન થાય, અને પિતાની હાજરીમાં ચાર સંતાઈ રહે, કઈ કુકમ કરે અથવા કોઈ પોતાને માટે કે ગાળો દે, તેય તેમને લેશ પણ તેની અસર ન થાય. એનું કારણ એ છે કે એ મહાપુરુષ એમ જાણતા હોય છે કે એ બધું બનવા ગ્ય છે. અને બને છે. આ દશા કે આ ભૂમિકા, સત્યજ્ઞાની અને સમર્થગીને જ સહજ હોઈ શકે. અહીં પણ મહાવીરના સહજગિની પ્રતીતિ છે.
[૧૩] ઓ મેક્ષમાર્ગના મહારથી જંબૂ! જ્યારે શિશિરઋતુમાં ઠંડો પવન બહુ જોરથી ફેંકાતે હતા, જ્યારે લેકે થરથર ધ્રુજતા હતા, જ્યારે બીજા કેટલાક સાધુઓ (આવી ઠંડી સહન ન કરી શકવાથી ) નિર્વાત ( જ્યાં વાયુ ન પ્રવેશી શકે એવું) સ્થાન શોધતા હતા, અથવા વસ્ત્રો પહેરવાને ચાહતા હતા, જ્યારે તાપસો લાકડા બાળીને ઠંડીનું નિવારણ કરતા હતા, જ્યારે આવી રીતે ઠંડી સહન કરવી ઘણી મુશ્કેલ હતી, ત્યારે તે સમયે પણ તે સંયમીશ્વર ભગવાન (વીર પ્રભુ) નિરીહ (ઈચ્છારહિત) બની ખુલ્લા સ્થાનમાં રહીને પણ ઠંડી સહન કરતા. કદાચ અત્યંત ઠંડી પડતાં તે સહન કરવા દેહ અસમર્થ થઈ જતા તે રાત્રિએ (મુહૂર્તમાત્ર) બહાર હરીફરીને સમભાવ કેવળી પુનઃ અંદર આવી ધ્યાનસ્થ રહી એ ઠંડીને સહન કરતા.
નેધ–આ સૂત્ર પરથી એ ફલિત થાય છે કે શ્રમણ મહાવીર જેવા યોગીના દેહ પર પણ ઋતુની અસર તે થઈ જ જતી અને થાય છે. અને એ સ્વાભાવિક પણ છે. જ્યાં દેહ છે ત્યાં દેહને અંગેની અસરે તો જરૂર થાય જ. યોગીને ઠંડી ન જ લાગવી જોઈએ એ કંઈ એને માટે નિસર્ગની નિયમાવલીમાં અપવાદ હોઈ શકતો નથી, તેમ યોગી ખાય પીએ નહિ એવી માન્યતાચ ભ્રમમૂલક છે. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી તેની સંચમી હાજતો તે જરૂર રહે. અને તે ખોટું કે અવાસ્તવિક છે તેમ માનવું એ ભૂલભરેલું છે. એટલું જ નહિ, બલકે ગીને બહારની ક્રિયાની વિશેષતાઓ કે બહારની શક્તિઓથી માપવાની રીતિ પણ વાસ્તવિક નથી.