________________
૩૯૯
આચારાંગસૂત્ર
પ્રસંગેનું નિવારણ કરી નાખત. પરંતુ કર્મને અચળ કાયદાનું એમને ભાન હતું, એટલે એવો સંકલ્પ પણ કેમ સંભવે ? આ દશા થિતપ્રજ્ઞની સહજ સામ્યવસ્થાની દશા કહેવાય. આવા સાધકને હર્ષ પણ ન હોય અને શેક પણ ન હોય; કારણકે નિમિત્તજન્ય સંગોને અધીન થનારું તત્વ એમનામાંથી નીકળી ગયું હોય છે. એટલે સંયોગોને એમને અધીન થવું હોય તે ભલે થાય, પણ તે પોતે કદી સંગને અધીને નાહ થાય.
આ રીતે શ્રમણ મહાવીરને કાયાથી સંયમ, વાણીથી મૌન અને મનથી સમભાવ એ ત્રણે યોગ સહજ પ્રાપ્ત હતા. આ ગ તેમની સાધનાને વિકસાવ્યે જતા હતા. શ્રમણ મહાવીરને એ પ્રબળ પ્રતીતિ હતી કે સાઘક ગમે તેટલો સમર્થ હોય તોય મુક્તિના માર્ગમાં કર્મ ખપાવ્યા વિના મુકિત મળી જવાને કઈને માટે અપવાદ હેતો નથી. કર્મ મુક્તિ તો કર્મ ભેગવ્યા પછી જ મળી શકે, અને કર્મ કાપવાના માર્ગમાં કષ્ટ તો સ્વાભાવિક જ હોય.
[૧૧-૧૨] મેક્ષાભિલાષી જંબૂ!નિર્જન સ્થળમાં એ ગીશ્વરને એકાકી જોઈને) રાત્રે કે દિવસે (ચોર, જાર કે એવા ઈતર) લેકે આવી એમને સંબોધીને પૂછતા કે “રે તું કોણ અહીં ઊભો છે ?” આમ પૂછવા છતાં એ ધ્યાનમગ્ન મુનિવર તરફથી જ્યારે ઉત્તર નહોતો મળતા ત્યારે એ (મૂર્ખ ) લેકે ચિડાઈ જઈને તેમને ખૂબ મારતા કે પ્રહાર કરવા મંડી પડતા, તોય દેહભાનથી પર થયેલા તે યુક્તયોગી સમાધિમાં તલ્લીન રહેતા.
વહાલા જંબુ ! કેટલીક વાર ચિંતન અને મંથનમાં મગ્ન થયેલા એ શાંત અને વીર શ્રમણ શ્રી મહાવીરને જ્યારે કોઈ એમ પૂછતું કે
અરે અહીં કેણું ઊભો છે ?” ત્યારે તેઓ જે ધ્યાનમાં ન હોય તે જરૂર ઉત્તર વાળતા કે “ભિક્ષુક છું. “આ ઉત્તર સાંભળીને તે લેકે કહેતા કે “ઊઠ, ઊઠ, આ સ્થાનેથી જલદી બહાર ચાલ્યો જા.” તે તે મુનિશ્વર તુરત જ વળતે ઉત્તર વાળ્યા વગર ઉત્તમ પુરુષની રાતિને અનુસરીને વિનાસંકોચે ત્યાંથી ઊઠી અન્યત્ર ચાલ્યા જતા. પરંતુ જે તેઓ જવાનું ન કહેતાં કેવળ કુપિત જ થઈ જતા તે તેઓ મૌન રહી (જે બનવાનું હશે તે બનશે એમ વિચારી) ધ્યાનસ્થ બનતા.