________________
આચારાંગસૂત્ર
નોંધ—ઉપરનાં ચારે સૂત્રોમાં ભિન્નભિન્ન પ્રકારનાં ઉપસ્થિત સંકટાની
આ
ભાત છે. પ્રસ્તુત પ્રકરણ શ્રમણ સાધક શ્રી મહાવીરનું હાઈ, અહીં એમની સાધના વચ્ચે આવેલી ખાધાનું વન હેાવું સ્વાભાવિક છે. સામાન્ય રીતે સાધનામાર્ગોમાં પ્રત્યેક સાધકને આવી એક ચા ખીન્ન પ્રકારની બાધા આવે છે. બધી ખાધાએ બહારથી આવતી હેાય કે બીજાઓ કરતાં હાય એમ લાગે છે ખરું, પણ ખરી રીતે તેમ નથી. માટે ભાગે તે એ પેાતાની પૂર્વી કે વર્તમાનમાં કરેલી ક્રિયાના ફળરૂપે હાચ છે. ક્રિયા કર્યા પછી વૃત્તિ પર જે સંસ્કારો સ્થાપિત થયા હોય તે સંસ્કારે જ સમય પાકરે તેવાં નિમિત્ત મેળવી આપે અને કાં તે નિમિત્ત મળ્યે એ જાતને પેાતાની સાથે સંબંધ સાધી લે છે. એ બન્ને વાતા એકસરખી જ છે. એટલે બહારની કોઈ પણ ક્રિયાથી એક વ્યક્તિને પેાતાના પ્રત્યે દ્વેષ, ઈર્ષ્યા, વેર, માહ કિવા રાગ જામે છે. તેનું કારણ પેાતામાં રહેલી વૃત્તિનું આકર્ષણ જ છે. આટલું શ્રમણ મહાવીરે ખરાખર વિચાર્યું હતું, વિચારીને જીવનમાં વધ્યું હતુ, અને તેથી જ તે તેવા સુખદ કે દુઃખદ બન્ને પ્રસ ંગેામાં સહિષ્ણુ અને સમભાવી
રહી શકયા.
૩૯૬
સહેલું એટલે માત્ર ખમવું, એમ નહિ. કારણકે આવું સહવાનું તે પરતંત્ર રહેલા જીવમાત્રને થાય છે. પશુ પેાતાના અવિવેકી માલિકને ભાર અને માર બન્ને સહી લે છે. ઘણાએ મનુષ્યા આવી સ્થિતિમાંથી પસાર થાય છે. અને કુદરતના કાચડા આગળ સૌને સહ્યા વગર છૂટકાય થતા નથી. પ્રલય, જળસંકટ, અકસ્માત અને રાગેાની આફ્તથી કોઇ છૂટી શકતું નથી એવે। અનુભવ પણ કયાં નથી? પણ એ બધું ત્યારે સહન થાય છે ત્યારે એની સામે વૃત્તિ મળવા પેાકારે છે. પ્રત્યક્ષ પ્રતિકાર કરવાની રશક્તિ ન હેાય તે બહારની ક્રિયામાં પ્રતિકાર ન દેખાય એવું ઘણી વાર બને ખરુ', પણ પ્રતિકારની ભાવના રહે જ. અને એ પ્રતિકારની ભાવનાને જે સંસ્કાર વૃત્તિ પર દૃઢ થઇ જાય તે જ સ ંસ્કાર જે સ્થાનમાં સહવાથી કમુક્તિ થઇ જવી જોઈએ તે જ સ્થાનમાં કષ્ટ સહીને પણ કĆબંધન વધુ કરે. અહીં જ જ્ઞાની અને અજ્ઞાનીનું તારતમ્ય સમજાય છે.
જ્યારે માત્ર ક્રિયા પર લક્ષ્ય ન જતાં એ ક્રિયાના મૂળકારણ તરફ એટલે પાતા તરફ લક્ષ્ય જાય ત્યારે એ બહારની ક્રિયાએ અસ્વાભાવિક નથી એમ લાગે અને તે સહેતી વખતે પણ આ થવું જોઈતું હતું માટે જ