________________
૩૯૪
આચારાંગસૂત્ર
બન્નેમાં ફેર એટલે કે અપ્રમત્ત સાધક તુરત જ પાછો ઠેકાણે આવી જાય છે, અને પ્રમત્ત તેમાં ને તેમાં ગોથાં ખાઈ ઊંડે ખૂંચે છે. આ જ તે બન્ને વચ્ચેનું મહાન તારતમ્ય છે. “શ્રમણ મહાવીર તુરત જાગૃત થઈ જતા” એ પરથી એમનું આત્મભાન જણાઈ રહે છે. એ અખંડ આત્મભાનને લીધે તે શીધ્ર પૂર્વાધ્યાસોને પાર પામી ન શક્યા. આ પરથી શ્રમણ મહાવીર નિદ્રા નહોતા લેતા એમ નહિ પણ તેમના આસનસ્થ શયનમાં દયાનસમાધિ તથા યોગનું વલણ અધિક જાગૃત હોવાથી એ નિદ્રા નિરર્થક નિદ્રા નહોતી. એટલો આશય ફલિત થયો.
[૬] પ્રિય અપ્રમત્ત શિષ્ય ! જેક ઉપરના કથનથી હવે તું જાણી જ શક્યો હોઈશ કે શ્રમણ મહાવીર ત્યારે સાધન કાળમાં આત્મભાનમાં પૂર્ણ જાગૃત હતા તેય જ્યાં સુધી એમની સાધનાની પૂર્ણ સિદ્ધિ નહોતી થઈ ત્યાં સુધી તેઓ બાહ્યભાવે પણ સવિશેષ ધ્યાનસ્થ અને જાગૃત રહેતા. એમને કાઈ વખતે પ્રસંગવશાત જે બહુ નિદ્રા આવવા માંડતી તે તે ઊઠીને ટટ્ટાર બેસતા, અને બેસતા છતાં નિદ્રા આવતી તે તેઓ શિયાળાની કડકડતી ઠંડી રાત્રે પણ મુહૂર્ત વાર જરા બરાબર ફરીને નિદ્રાને ટાળવાને પુરુષાર્થ કરતા.
નેંધ –અહીં શ્રમણ મહાવીરનું સંકલ્પબળ કેટલું દઢ હતું. તેનું પ્રમાણે છે. ઉપયાગમય દશા તે આનું નામ. સ્થિતપ્રજ્ઞની એક પણ ક્રિયા નિરર્થક ન હોય અને આત્મભાનને બાધક પણ નહોય. જે ક્રિયા આમબાધક હોય કે આત્મબાધક નીવડવાને સંભવ હોય તેવી કોઈ પણ ક્રિયાને ત્રાડવા માટે એ પિતાનું સર્વ બળ ખરચી નાખે, ભલે પછી એ ક્રિયાનું બાહ્યસ્વરૂપ સામાન્ય દેખાતું હોય ! આ પરથી પણ ફલિત થયું કે સાધકને માટે શારીરિક કે માનસિક શ્રમ ઉતારવા પૂરતી નિદ્રાની ઉપજિતા ભલે હોય, એથી અધિક નિદ્રા સ્વીકારવી એ કઈ પણ દષ્ટિએ યોગ્ય નથી.
આજે જેમ ખાદ્ય અને ભાગ્ય પદાર્થોમાં મર્યાદા અને વ્યવસ્થિતિ ચુકાઈ ગઈ છે અને એ પદાર્થો મેળવવા એ જ દયેય બની ગયું હોય તેમ જગતને મોટે ભાગ પ્રવર્તી રહ્યો છે, તેમ નિદ્રા સંબંધમાં પણ બન્યું છે. નિદ્રા પર કાબૂ લાવવો એ પુરુષાર્થનું પ્રધાન કાર્ય છે અને તે સારુ તેટલી જ ભેજનાદિ ક્રિયાઓમાં સાવધાનતા અને સાદાઈ કેળવવી રહી.