________________
વીરનાં વિહારસ્થાને
૫ [૭-૮-૯-૧૦] જિજ્ઞાસુ જંબૂ ! સાંભળ, હવે હું એમની સમતા અને સહિષ્ણુતા સંબંધમાં કહું છું. ઉપર કહેલાં નિર્જન સ્થાનમાં કે વૃક્ષ નીચે રહી, ધ્યાન ધરતાં એ દીર્ધતપસ્વી શ્રમણ મહાવીરને (અગોચર સ્થાને હેવાથી) ઘણીવાર સર્પ, નેળિયો કે એવાં ઝેરી જાનવરો તથા સ્મશાન જેવા સ્થાનની નિકટ રહેતાં ગીધ વગેરે પક્ષી એ આવી કરડતાં કે રંજાડતાં. આ અને આવા અનેક પ્રકારના ઉપસર્ગો (સંકટ) તે ધ્યાનસ્થ મુનિવરના માર્ગમાં આવીને નડતા હતા.
તેમ જ મેક્ષાથી જંબુ! એ ભેગી જ્યારે શૂન્ય ઘરમાં ધ્યાનમગ્ન બનતા ત્યારે કેટલીકવાર ચોર એ એકાંતસ્થાન જોઈ ત્યાં સતાવવા માટે આવતા. કોઈવાર તો લંપટજને પણ એ એકાંત સ્થાનનો લાભ લેવા આવતા. (અને એ અડગ ઊભેલા તપસ્વીને જોતાં એ પોતાના કાર્યમાં બાધાકર થશે એવું ધારીને, તેમને ત્યાંથી દૂર કરવા માટે ખૂબ રંજાડતા. કઈવાર વળી ગામના રક્ષક (પોલીસે) વગેરે (ચેરને શોધવા જતાં આ જ ચોર છે, પિતે રખે પકડાઈ જાય માટે ધ્યાનને ઢમ કરે છે એમ) વહેમાઈને પોતાનાં હથિયારે દ્વારા તેમને ઇજા પહોંચાડતા અને કેટલીકવાર તે તેમની મનોહર મુદ્રા જોઈને કેટલીક મુગ્ધા નારીએ મોહાઈને તેમને કંટાળો આપતી. એવાં એવાં અનેક પ્રલોભનો અને સંકટના કાંટાઓ તેમના સુકોમળ પંથમાં વેરાતા હતા, પણ તોય વીર જંબુ! એ મહાશ્રમણે આવાંઆવાં મનુષ્ય, દેવ, અને પશુજન્ય અનુકૂલ પ્રતિકૂળ બન્ને પ્રકારનાં ભયંકર સંકટો તથા સુવાસમય કે દુર્ગધમય પદાર્થોના, અનેક જાતના શબ્દોના તથા પ્રશસ્ત કે અપ્રશસ્ત સ્પર્શી વગેરેના ઉપસ્થિત ઉપસર્ગો સહ્યા.
આત્માથી શિષ્ય ! આવા પ્રસંગે પણ એ આદર્શ તપસ્વી હર્ષ અને શેક બને (વિભાગજન્ય સ્થિતિ) થી પર રહ્યા, એટલું જ નહિ બલકે એ મહાશ્રમણે તે કાળે વાણુનો પણ વ્યય નહોતો કર્યો. (તેઓ કારણ સિવાય સૈન સેવતા.)