________________
વીરનાં વિહારસ્થાના
૩૯૩
[૫] પ્રિયજંબૂ ! આ અપ્રમત્ત મહાવીર સાધનામામાં હતા ત્યારે પણ પ્રમાદપૂર્વક નિદ્રાનું કદી સેવન કરતા નહિ ( રાતદિન ધ્યાનમાં એટલા એકાગ્રચિત્ત રહેતા કે માનસિક આરામ મેળવવા માટે સામાન્ય રીતે નિદ્રાની જે આવશ્યકતા રહે તે એમને અપ રહેતી) કદાચ સુષુપ્તિ આવી જતી તાપણુ તે આત્માભિમુખ થઈ ને ફરી અનુષ્ઠાનમાં પ્રવવા તુરત જ જાગૃત થતા. તેમનું શયન પણુ અપ્રમત્ત દશા જેવું જ હતું.
નોંધઃ—આ આચારાંગસૂત્રમાં એક સૂત્ર આવ્યું છે કે “જેને આત્મા જાગૃત થયા છે, તેની નિદ્રા પ્રમાદમય હેાતી નથી; તે સૂતાં સૂતાં જાગૃત રહી શકે છે.” જોકે આ વસ્તુ અનુભવગેાચર છે. પણ આથી આંતરજાગૃતિ જોઈએ, બાહ્ય જાગૃતિની શી જરૂર છે એમ માની રખે કોઈ આને દુરુપયેાગ કરે ! ખાલ જાગૃતિ પણ આંતરજાગૃતિ જગવવાનું એક પ્રબળ સાધન છે અને જેની આંતર જાગૃતિ થઈ છે તે ખહાર નથી જાગતા એમ સમજવાનુ નથી, તે તે ઊલટા વધુ નગૃત રહે છે. એટલે ખાધાગૃતિની જરૂર તા રહેવાની જ. અલ્પાહાર, રસત્યાગ, આસનબદ્ધતા, ઉપવાસ ઇત્યાદિ તપશ્ચર્યાએ નિદ્રા ઘટાડવામાં સહકારી નીવડે છે; આ પદ્ધતિએ ઘટાડેલી નિદ્રા શરીરને હાનિકર પણ થતી નથી અને સાધનામાં સાથ પૂરે છે.
શ્રમણ મહાવીરે પેાતાની સાધનાને વધુ સબળ બનાવવા અને આવી જાગૃતિ રાખવા અતિ દી તપશ્ચર્યા કરી હતી; પણ તેમની જાગૃતિ એટલે માત્ર નિદ્રાને ત્યાગ જ નહેાતા, પણ એ જાગૃતિ આત્મભાનની જાગૃતિ હતી. શ્રમણ મહાવીર પણ સાધક દશામાં તે સાધક જ હતા, સિદ્ધ નહેાતા; એ વાત અહીં ભૂલવી જોઈતી નથી. એટલે તેમની પણ ગફલત થવી સંભવિત જ હેાય. તેથી ટીકાકાર સૂત્રકારના અચાણુ યી જગ્યાવતી. એ પદના આશયને અનુસરીને એ વાતને સ્પષ્ટ કરે છે કે રાજપૂતાનામાં આવેલા અસ્થિક + ગામ પાસે કાર્યાત્સ કરતી વેળા એક મુહૂર્ત સુધી તેઓ પ્રમાદેવશ થયા હતા પણ તુરત જ તેમણે પેાતાના આત્માને જગાડી દીધેા હતેા. સારાંશ કે જેમ પ્રમત્ત સાધક ચૂકે છે તેમ પ્રબળ નિમિત્ત મળે તેા અપ્રમત્ત સાધક પણ ચૂકી નય છે.
+ હાલ જેને લેાકેા વઢવાણ તરીકે આળખે છે એ ઝાલાવાડ પ્રાંતમાં આવેલા વઢવાણને અહીં વઢવાણ તરીકે સમજવું નહિ.
1