________________
૩૯૨
આચારાંગસૂત્ર
આધક સંભવ છે. (૨) તે વખતે બાગો ઘણા હતા એ પરથી તે કાળના લોકે ફળાહારી અને સાત્વિક જીવન વધુ પસંદ કરતા હોય એમ જણાય છે. અને એ પરથી તેઓ નૈસર્ગિક સૌંદર્યના શોખીન, મહેનતુ, અને વનસ્પતિવિજ્ઞાન તથા કળાના જાણકાર હોય એમ પણ ફલિત થાય છે. (૪) તે વખતે નગરે નહોતાં એમ તો નહિ જ, પણ તે નગરને આજનું વિકૃત શહેરી જીવન નહેતું સ્પર્શતું એવું તે કાળના લોકોના રહન સહન પરથી દેખાય છે.
આ સૂત્રમાં શ્રમણ મહાવીર કેવળ જંગલમાં જ નહોતા રહેતા પણ વસતિમાંયે પ્રસંગ પશે રહેતા, એમ સૂત્રકાર વદે છે. એટલે અમુક જ રથળે રહેવું એવો એમને આગ્રહ નહોતો. શમશાનમાં પણ તેઓ રહી જતા. એ પરથી તેમના નિરાસક્ત અને સમભાવી જીવનની વિશેષ પ્રતીતિ થાય છે. અને તેમનું કોઈ પણ સ્થાનમાં રહેવું કે જવું કેવળ પોતાની સાધના પુષ્ટ થવાના હેતુને અનુલક્ષીને થતું એમ પણ સિદ્ધ થાય છે.
૪] આત્માથી જંબૂ ! આ રીતે ઉપરનાં સ્થાનમાં અપ્રતિબદ્ધપણે વિહરીને અને રહીને તપસ્વી મહાવીર પ્રમાદને પરહરી તથા સમાધિમાં લીન થઈ લગભગ તેર વર્ષ લગી પવિત્ર ધ્યાન ધ્યાતા રહ્યા.
નેધ –અમુક સ્થાને રહેવાથી સાધના થઈ શકે છે એમ નથી, ઊલટું સ્થાનનું મમત્વ સાધકની સાધનામાં વિક્ષેપ પાડે છે. એટલે શ્રમણ મહાવીર પિતાના સાધકજીવનમાં કોઈ પણ સ્થાન પર સારા કે માઠાપણાનું આજે પણ ન કરતાં અપ્રતિબદ્ધપણે ઉપર વર્ણવેલાં વિવિધ સ્થાનમાં વિચર્યા. જ્યાં જયાં ગયા હશે ત્યાં અનેક પ્રકારનાં કષ્ટ અને પ્રલોભનોનાં પ્રબળ નિમિત્તો મળ્યાં હશે. પરંતુ એમને એ દૃઢ વિશ્વાસ હતો કે કસોટી વિના સાધનાની સિદ્ધિ જ નથી, એટલે સમતોલપણું જાળવીને તથા આત્માભિમુખપણું કેળવીને તે કેવળ શાન્તિમાં નિમગ્ન રહ્યા. . આ જ રીતે શ્રી મહાવીરને લગભગ તેર વર્ષના સાધનાકાળમાંથી સાડાબાર વર્ષ અને પંદર દિવસનો કાળ તો માત્ર તપશ્ચર્યાકાળ ગણાય છે. અને ત્યાર બાદ તેઓની સાધના સિદ્ધ થઈને તેઓ પૂર્ણ જ્ઞાન પામે છે, જેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી શ્રી મહાવીર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચાર તીર્થ સંઘની સ્થાપના કરે છે. આથી જ એમને મહાવીર, તીર્થકર, ભગવાન, લોક્નાથ, જિન, સર્વજ્ઞ અને દીર્ધતપસ્વીના નામે ઓળખવામાં આવે છે.