________________
૩૯૦
આચારાંગસૂત્ર
સ્થાનમાં આવી પડતી કપરી પરિસ્થિતિમાં કેટલી અને કેવા પ્રકારની સમતા જાળવે? તે શ્રી નિગ્રંથ મહાવીરના સાધનાકાળના જીવનવણુનમાંથી સમજાવવા ઇચ્છતા
ગુરુદેવ બેલ્યા – [૧] નિર્ગથે જંબૂ સ્વામીએ ભગવાન સુધર્મ સ્વામીને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ! તે શ્રમણ શ્રી મહાવીરે વિહાર કરતાં ક્યાં અને કેવાં સ્થાનેમાં નિવાસ કર્યો હતો તે હવે આપ કૃપા કરીને કહો.
નેધ–આ કને વૃત્તિકાર કે પ્રાચીન ટીકાકારોએ નથી સંભાર્યો પરંતુ સૂત્ર તથા પુસ્તકોમાં દેખા) છે.
[૨] ગુરુદેવ બોલ્યા-સાંભળ શિષ્યજંબૂ! કોઈ વખતે એ વીર શ્રમણ નિર્જન ઝૂંપડાંઓમાં, ધર્મશાળાઓમાં, પાણી પીવા માટે બંધાયેલી પરબમાં કે હાટડાઓમાં રહેતા તો વળી કઈ વખત લુહાર વગેરેની કેડમાં અથવા ઘાસની ગંજીઓની નીચે પણ રહેતા.
નેધ –(૧) શન્ય ગૃહને આવેશન કહે છે. જે ગલમાં કે વસતિથી દૂર અમુક ઋતુમાં પોતાને રહેવા માટે લોકો ઝુંપડાઓ બનાવે છે, અને પછી તે કૂબા કે ઝુંપડાંઓ છોડીને ગામમાં રહેવા ચાલ્યા જાય છે, આવાં કંપડાંઓને પણ આવેશન કહેવાય છે. ઉપર જે નિજન ઝુંપડાઓ એ અર્થ કર્યો છે એ આવેશન શબ્દનો અર્થ છે. (૨) સભાને અર્થ અહીં ઘર્મશાળા કે ઝંપડીઓ થાય છે. (૩) પાણીની પરબને સંસ્કૃતમાં પ્રપા કહે છે. (૪) પુણ્યશાળી એટલે હાટડા. તે કાળે નાનાનાનાં ગામડાંઓની વચ્ચે જુદીજુદી પ્રજાને ઉપયોગી થાય એવા માલની બજારે ભરાતી અને તે સારુ હાટડાઓ ગોઠવવામાં આવતા. હાલ પણ જે ગામડાઓની આસપાસ શહેરનું ઝેરી જીવન નથી તેવા નાના ગામડાઓમાં આ પ્રથા ચાલુ છે. (૫) તે કાળે યંત્રયુગ ન હોવાથી અને વાસણની ધાતુઓમાં પણ લોખંડ અને કાંસું વપરાતું હોવાથી લુહારની આવશ્યક્તા ખૂબ રહેતી અને તેથી વસતિથી દર પણ લુહારની પુષ્કળ કેડે રહેતી. (૬) ઘાસના ઢગલા નીચે એટલે એ કાળે નીચે થોડી જગ્યા રાખવા માટે કઈ આધાર રાખી તેની ઉપર ઘાસની ગંજ વિશેષ ખડકાતી હોઈ તેની નીચે જગ્યા મળવાને બહુ સંભવ હતે.