________________
દ્વિતીય ઉદ્દેશક
વીરનાં વિહાર સ્થાને
માત્ર કઈ વાહનને આશ્રય લીધા વિના વિહાર કરી અમુક સ્થળે અમુક વખત પડી રહેવાથી પાદવિહારનો સંપૂણ હેતુ જળવાઈ શકતો નથી. પાદવિહાર અપ્રતિબંધ હે જોઈએ. અપ્રતિબદ્ધવિહાર એ નિર્મમત્વ કેળવવાનું અપૂર્વ સાધન છે. એક જ સ્થાન ગમે તેટલું પવિત્ર અને સુંદર હોવા છતાં સાધનાકેટિના સાધકને માટે ઘણુવાર દોષોનું જનક બની જવાને સંભવ રહે છે. સ્થાન પર મારાપણુને ભાવ પણ દેખીતી રીતે ના હેવા છતાં મહાન ભયંકર શત્રુ છે.
પ્રલોભન અને સંકટના અનુભવ પણ અપ્રતિબદ્ધ વિહારથી જ થાય છે. પરિચિત સ્થાને કરતાંયે અપરિચિત
સ્થળમાં જ વધુ પ્રમાણમાં સાધકની કસોટી થાય છે. કસોટી વિના સાચા સુવર્ણની પ્રતીતિ પણ શી રીતે થાય! એવાં એવાં અનેક દષ્ટિબિંદુઓથી જોતાં નીરોગી અને શક્તિમંત સાધકને અપ્રતિબદ્ધ વિહારની આવશ્યકતા છે.
અપ્રતિબદ્ધ રીતે વિહરતે સાધક કેટલે મસ્ત હેય? તે પોતાને રહેવા માટે કેવાં સ્થાને પસંદ કરે? અને તેનાં