________________
પાદવિહાર
૩૮૭
: તપશ્ચર્યા
નેધ–આ સૂત્રમાંથી એ સ્પષ્ટ થયું કે શ્રમણ મહાવીરે વસ્ત્ર પણ તેર જ મારા પિતાની પોતાની પાસે રાખ્યું. તેટલો વખત રાખવાનું સપ્રજન હતું એ વાત આગળ કહેવાઈ ગઈ છે. પરંતુ શિશિરઋતુમાં પુષ્કળ ઠંડી પડતી હોવા છતાં એ વસ્ત્રનો ત્યાગ કર્યો તેની પાછળ તેમની દીર્ધ તપસ્વીવૃત્તિ જણાઈ આવે છે. તોયે સૂત્રકાર કહે કે તે તપશ્ચર્યા અસહજ નહતી. શીતનું શરીર ઉપર ભાન થાય અને વસ્ત્ર છોડવું એ સહજ તપશ્ચર્યા નથી. શ્રમણ મહાવીરને તેવું નહોતું. તેમને તો “ભલું થયું ભાંગી જ જાળ” જેવું હતું. એથી વસ્ત્ર છૂટયું એટલે ખાંધા અને હાથ રેકાઈ રહેતા હતા, તે હવે
ટા થયા. અને જ્યારે આવી જાતની ઉત્કટ ભાવના થઈ ત્યારે જ તેમણે વસ્ત્રને છોડયું હતું, ત્યાં સુધી નહેાતું છોડયું. કડકડતી ઠંડીમાં હાથ ખાંધા ઉપર સ્વાભાવિક ભિડાઈ જતા લાગે, પણ એમના હાથે ખાંધા ઉપર નહોતા રહેતા એ જ એમની સહજ તપશ્ચર્યાની કસોટી છે. આથી એ પણ ફલિત થયું કે તપશ્ચર્યા એ સહજ થતી ક્રિયા છે. જે વીરતાભરી ક્રિયાથી ઈચ્છા, વાસના કે લાલસાને વિજય થાય તે જ આદર્શ તપશ્ચર્યા.
[૨૨] મોક્ષના નિકટવર્તી શિષ્ય ! એ રીતે જ્ઞાની અહિંસક અને અતિ નિસ્પૃહ એવા શ્રમણ ભગવાન મહાવીરે ત્યાગના નિયમનું પાલન કર્યું છે. અન્ય મુનિ સાધકે પણ એ દષ્ટિએ એ વિધિને પાળે.
નેધ–જ્ઞાનનું ફળ વૃત્તિમાં અહિંસાનું પરિણમવું તે; અને નિસ્પૃહતા જગ્યા વિના અહિંસા ક્રિયાત્મક બને નહિ. એટલે શ્રમણ ભગવાન મહાવીરને જ્ઞાન થયા પછી તેઓ વધુ ને વધુ અહિંસક અને નિસ્પૃહ બનતા ગયા. એમ વદીને સૂત્રકાર એ કહેવા માંગે છે કે સર્વ મુનિઓ એ દૃષ્ટિએ સાધનાના નિયમનું પાલન કરે એટલે કે શ્રમણ મહાવીરે જેમ પિતાના વિકાસ તરફ પ્રતિપળે દૃષ્ટિ રાખી હતી તેમ સા પિતાની પ્રત્યેક ક્રિયાધારા પોતાનું અંતઃકરણ કેટલું વિકસ્યું એનો મેળ રાખે, અને લોકાભિમુખ દૃષ્ટિ છોડી આત્માભિમુખ બને.
ઉપસંહાર ભિક્ષાથી ભિક્ષુનું જીવન નમ્ર તથા જાગરુક રહે છે. અને પરિચિત સ્થળોમાં વારંવાર રહેવાથી રાગબંધન થવાને, લોકસંગની જીવન ઉપર અસર પડવાનો જે ભય રહે છે તે વિહારદ્વારા દૂર થાય છે. એ રીતે