________________
૩૮૬
આચારાંગસૂત્ર
નહોતે. આ વાત સાધકોએ લક્ષમાં રાખવા જેવી છે. ઘણીવાર સાધક એ કરતાં કંઈક બીજું જ કરતા હોય છે. એ એક તરફ તો રસ તરફ ઘણું કરતો હોય છે, અને બીજી તરફ સ્વાદને હોસેં હોશે કરીને ખાતા હોય છે. દા. ત., જેણે ધી, ગેળ કે દૂધ, દહીંની પ્રતિજ્ઞા કરી હોય એવો સાધક મરચું, તેલ, મસાલો ખૂબ ખાવા માંડે છે, અથવા બીજા વિવિધ પદાર્થો મેળવી એનો સ્વાદ કરી ખાવા લાગે છે. આનું પરિણામ એ આવે છે કે પદાર્થ. ત્યાગ પછી વૃત્તિ પર જે પલટે થવો જોઈએ એ નથી થતું. અહીં શ્રી મહાવીરના જીવનમાં રસ અને સ્વાદની ભિન્નતાનો જે વિવેક છે તે ખૂબ વિચારીને આચરવા યોગ્ય છે.
[૨૦] જિજ્ઞાસુ જંબૂ! તેઓ માર્ગે જતી વખતે પીઠ પાછળ ફરીને કે આડીઅવળી દષ્ટિ કરીને જોતા નહિ, પણ માર્ગ પર સીધી દષ્ટિ રાખીને એક માત્ર ચાલવાની જ ક્રિયા કરતા. તે ક્રિયા વચ્ચે કઈ બોલાવે અને ખાસ પ્રસંગ પડે તે જ અલ્પ બોલતા, નહિ તે પ્રાયઃ મૌન સેવી કેવળ પિતાના માર્ગ સામે જોઈને યત્નપૂર્વક ચાલ્યા જતા.
નોંધ –આ સૂત્ર પરથી એક તે તેઓ જે વખતે જે ક્રિયા કરતા તે વખતે તેમાં જ લીન રહેતા એટલે કે તેમના ચિત્તની અજોડ એકાગ્રતા હતી એ ફલિત થાય છે. અને બીજું એ કે માર્ગે જતાં અનેક પ્રકારનાં દશ્યો કે કારણો ઉપસ્થિત થાય અથવા પૂર્વાધ્યાસને લઈને મનનું ખેંચાણ થાય તોય તેઓ ત્યાં સંચમ જાળવતા. એટલે કે એકાગ્રતાનાં બાધક કારણોને શીધ્ર દૂર કરી શકે એટલા એ સમર્થ શક્તિમાન હતા. આ પરથી એ પણ ભાવ સહેજે નીકળી આવે છે કે એકાગ્ર સાધક જે તે ક્રિયામાં તન્મય થાય એવી સ્થિતિ જ તેની એકાગ્રતાની સિદ્ધિનું પ્રમાણ છે. જે ક્રિયામાં એકાગ્રતા હોય છે તેમાં હૃદય અને બુદ્ધિ બનેના અંશો જાગૃત રહે છે. એટલે તે કાર્ય વિવેકબુદ્ધિથી ગળેલું અને પ્રેમપૂર્ણ થતું હોઈ તેમાં અસદ્ અંશે ભળી જઈને તે અશુદ્ધ થતું નથી તેમ ગાઢ કર્મબંધનના કારણભૂત પણ થતું નથી.
[૨૧] તત્ત્વજ્ઞ જંબૂ ! નિર્ગથ મહાવીર હેમંતઋતુમાં દીક્ષિત થયા હતા. અને તે વર્ષની વર્ષાઋતુ પછી શરદ તથા હેમંતઋતુ વીત્યા બાદ બીજે વર્ષે શિશિરઋતુ આવતાં જ તેમણે પોતાની પાસે રહેલા વસ્ત્રનો ત્યાગ કર્યો હતો, અને એ વસ્ત્ર ત્યાગીને જિતેન્દ્રિય શ્રમણવીર શ્રી મહાવીર છૂટે હાથે અને છૂટે ખભે વિચરતા હતા.