________________
વીરનાં વિહારસ્થાને
૩૯૭
થયું છે, એનું બરાબર ભાન રહે તો જ કર્મબંધનને બદલે કર્મથી છૂટી શકાય. આવી ભાવના થવી સત્યાથી સાધકને સુલભ હોઇ એ ભાવનામાં સત્યાથી મહાવીર દઢ રહેતા.
આ પ્રસંગચિત એ પણ કહેવું પ્રાપ્ત થાય છે કે ઘણા સાધકો કષ્ટ સહી. શકે છે. કષ્ટ આપનાર પર દ્વેષ પણ નથી કરતા. તોયે એ કષ્ટ છે એવું તે તેમને ભાન હોય જ છે. ચાદ રાખવું જોઈએ કે આવું ભાન પણ જ્યાં સુધી છે ત્યાં સુધી એ સાધક શુદ્ધ છે એમ ન ગણાય. આજે એ પ્રતિકાર ભલે ન કરે પણ પ્રતિકારનો વૃત્તિ જ્યાં સુધી પલટે નહિ ત્યાં સુધી એ સાધકમાં સાચો સમભાવ ન પ્રગટે. જગતમાં જે કંઈ સુંદર કે અસુંદર દેખાય છે કે બને છે તે કેવળ મારી દ્રષ્ટિને જ દેષ છે. સૌમાં. હું જ જવાબદાર છે. આટલું નૈસર્ગિક વલણ જે સાધનું હોય તે જ આ પ્રસંગે સમભાવ જાળવી શકે.
બાકી વૃત્તિમાં દુનો પ્રતિકાર કર એ અયોગ્ય નથી. “રાઈ તિ રદયં કુર્યાત” એ પણ એક કર્તવ્યધર્મ છે. પણ હું તો એક ઉચ્ચ કોટિનો સાધક છું કે કહેવાઉં છું માટે મારાથી તેમ ન થાય એવી ભાવના પણ જ્યાં છે ત્યાંચ કર્મબંધન તે છે જ. એટલું જ નહિ બલકે વૃત્તિમાં પ્રતિકારના સંસ્કાર દઢ કરવાનું પણ એ નિમિત્ત છે. માત્ર પોતાના ડહાપણથી તેમને હાલતુરત શમાવી દેવાને તેણે પ્રયાસ કર્યો છે, માટે એ બહાર દેખાતા નથી, એટલું જ કહી શકાય. આ અસાધક સમભાવી ન કહેવાય. અને તે સમભાવી રહી પણ ન શકે. અહીં આટલું યાદ રાખવું જરૂરી છે કે દુછતા વ્યક્તિમાં નથી હોતી વૃત્તિમાં હોય છે. અને સામા પાત્રની દુષ્ટ વૃત્તિ તો એમાં માત્ર નિમિત્તરૂપ બને છે. તેનું મૂળ કારણ તો પોતાની વૃત્તિ જ છે. એટલે
શઠં પ્રતિ શાઠયં કુર્યાત' એ સૂત્ર બહાર લાગુ નથી પડતું, પણ પિતાની વૃત્તિને લાગુ પડે છે. આટલું સમજનાર સાધક બહાર જે કંઈ દેખાય છે તે અંદરનું છે એમ ધારી જે લડશે, તે તે કેવળ પિતાની વૃત્તિ સાથે જ લડશે, બહારનો પ્રતિકાર નહિ કરે, એટલું જ નહિ બલકે બહાર પ્રતિકાર કરવા જેવું એને જણાશે પણ નહિ.
શ્રમણ મહાવીર ઉપરના ભાનમાં હતા એથી જ સમતા રહી. અન્યથા જે પ્રતિકાર કરવાનો તેમને સંકલ્પ માત્ર થાત તોયે તેમની પાસે ગદ્વારા પ્રાપ્ત થયેલી અસાધારણ અને સહજ શક્તિઓથી પ્રતિકાર કરીને આ બધા