________________
પાદવિહાર
૩૮૩
કારણરૂપ છે તેને ત્યાગ કરીને તે ભગવાન શુદ્ધ, સાત્ત્વિક અને પરિમિત આહાર–ભાજન લેવા લાગ્યા હતા.
નોંધઃ—ઉપરનાં બધાં સૂત્રોમાં વૃત્તિ પર જ કબંધનના મુખ્ય આધાર છે એમ શ્રમણ મહાવીરના જીવનથી ફલિત થયું. અહીંથી તેમની ક્રિયા કેવી હતી તે સૂત્રકાર વર્ણવવા માગે છે. અને તે પ્રસ્તુત તથા યાગ્ય છે. “ક્રિયા ગમે તે કરી શકાય માત્ર એમાં નિરાસક્તિ હાવી જોઈ એ ’ આવી જાતની સાધકની વૃત્તિ એને ઘણીવાર ઠંગી નાખે છે, અને ક્રિયા કે નિયમે તરફ દુÖક્ષ્ય ધારણ કરાવી એને ઊલટે માર્ગે ચડાવી દેવામાં મદદરૂપ થાય છે, એનું આમાં વારણુ છે. નિરાસક્ત પુરુષ ગમે તે ક્રિયા કરી રશકે એવી એને છૂટ હોઈ શકે નહિ. અને ખરી વાત તે એ છે કે નિરાસક્ત પુરુષ તેા ઊલટા વધુ જાગૃત હેાય. તેની એક પણ ક્રિયા નિરક ન હેાય અને નિયમેાના અંધન તા એને પણ એવાં જ હેાય. આસક્તિ અને નિરાસક્તિના ભેદ એ છે કે, જ્યાં સુધી આસક્તિ હાય ત્યાં સુધી એ નિયમે નિયમોરૂપ રહે અને નિરાસક્ત થયા પછી એ સ્વભાવગત થઇ ાય. આથી ફલિત એ થયું કે નિરાસતને પણ ક્રિયા અને નિયમે હાય જ, પણ એ બધાં સ્વાભાવિક હાય.
શ્રમણુ મહાવીરે વૃત્તિમાં નિરાસક્તિથી સાધનાને પ્રયાગ રારૂ કરેલા તાપણ આહારની સાત્ત્વિકતા પર વૃત્તિની સાત્ત્વિકતા રહેવાને વધુ સાવ હાવાથી તેના સંસ્કારે એવા ટેવાયેલા હતા કે તે આહારશુદ્ધિ જાળવવા
પર ખરાખર લક્ષ આપતા.
આધાકર્માદિ ભાજનના કુલ્લે ૪૭ સડતાલીસ દોા છે તેનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયનાદિ સૂત્રેામાં છે. કોઈને પણ ખેાારૂપ ન થતાં શુદ્ધ અને સાત્ત્વિક માહારથી સાંચમી જીવન નિર્વાહ કરવા એવા એ નિયમેાની પાછળ
આરાય છે.
[૧૮] તપસ્વી જંબૂ ! વળી આ વખતે શ્રમણુ મહાવીર પરવસ્ત્રને અંગે ધરતા નહિ કે પરપાત્રમાં જમતા પણ નહિ અને અપમાનને ન ગણતાં વીરતાપૂર્વક ભિક્ષાર્થે જતા.
66
નોંધઃ— શ્રી મહાવીર પરવસ્ત્ર અંગે ધરતા નહિ કે પાત્રમાં જમતા નહિ સૂત્રકારના આ વાકય સામે પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્રી મહાવીર પાતે અચેલક એટલે કે નિસ્ર થયા હતા એવે! ચેાથા સૂત્રમાં ઉલ્લેખ છે.
""