________________
પાદવિહાર
૩૮૧ એ ત્રણે વસ્તુ તને બરાબર અનુભવી પોતે ઈપ્રત્યયકર્મમાં પ્રવર્તતા હતા અને જગતને પણ તે જ આદર્શ અર્પતા હતા.
નેંધ –આ સૂત્રમાં સૂત્રકાર ઉપરની વાતને જ વધુ સ્પષ્ટ કરે છે. ઇર્યાપ્રત્યચકર્મ અને સાંપરાયિક કર્મને ડો. હર્મન જેકેબી વર્તમાન અને ભાવી કમ તરીકે વર્ણવે છે. આ અર્થ વૃત્તિકારને કે કોઈ પણ ટીકાકારોને સંમત નથી. છતાં આ અર્થે એમણે શા હેતુએ લીધા છે તે એક પ્રશ્નન છે. મને લાગે છે કે ઇર્ચાને અર્થ ગતિ અને પ્રત્યયનો અર્થ નિમિત્ત થાય છે. એટલે ગતિ નિમિત્તે થયેલું કર્મ એવો શબ્દાર્થ લઈ વર્તમાન કર્મ લીધો હેચ તો તે સંભવિત છે. પણ તોયે વ્યુત્પત્તિની દૃષ્ટિએ તપાસતાં પણ સાંપરાય સંબંધી કર્મનો અર્થ ભાવિકર્મ ઘટી શકતો નથી. વાસ્તવિક રીતે જોતાં આ બને જૈન પરિભાષાના શબ્દો હોઈ એનો શબ્દાર્થ ઘટાડો યુક્ત નથી. જોકે મૂળમાં તો ઇર્યાપ્રત્યચકર્મ કે સાંપરાયિક કમ એવું સ્પષ્ટ નથી. માત્ર બે પ્રકારની ક્રિયા એટલું જ કહ્યું છે.
વૃત્તિકાર મહાત્માએ ઇર્ચા પ્રત્યચકર્મ અને સાંપરાચિક કર્મ સૂત્રકારને અભિમત છે એવું સ્પષ્ટ કર્યું છે. એને હું એવી રીતે ઘટાડું છું કે ઇર્યા પ્રત્યચકર્મ એટલે જે ક્રિયા પાછળ એ ક્રિયાના કર્તાની આસક્તિ ન હોય એવી ક્રિયા દ્વારા બંધાયેલું કર્મ. દેહ છે ત્યાં સુધી હલન, ચલન, ખાન, પાન અને એવી આવશ્યક ક્રિયાઓ રહે, અને એ ક્રિયાઓ દેહ, ઇન્દ્રિયે, મન અને આત્માની એકવાક્યતા વિના જન્મ નહિ; એટલે કર્મબંધન તો છે જ. પરંતુ નિરાસક્તભાવે બંધાયેલું કર્મ નિબિડ કે સ્નિગ્ધ નથી હોતું. તેનું આલોચના કે એવાં બીજાં સાધનો દ્વારા સુરત નિવારણ થઈ જાય છે. માટે એ ઇપ્રત્યયકર્મ એટલે કે જવાના નિમિત્તરૂપ કર્મ કહેવાય છે. અને જે ક્રિયા આસક્તિપૂર્વક થાય છે, તે દ્વારા બંધાયેલું કર્મ સાપરાચિક એટલે સંસાર વધારનારું કર્મ હોવાથી સાંપરાચિક કર્મ કહેવાય છે. આ બન્ને પ્રકારનાં કર્મોમાં બીજું બંધન કર્તા, દુ:ખર્તા અને સંસારકર્તા છે. તેથી એના ક્ષય તરફ જ પ્રધાન લક્ષ્ય હોવું ઘટે. શ્રી મહાવીરે તે તરફ જ વધુ લક્ષ આપ્યું હતું, અને તેથી જ તે ક્રમિક વિકાસ પામ્યા હતા. એમ કહી સૂત્રકાર એમ ચિખું સમજાવી દે છે કે ક્રિયા તરફ જેવા કરતાં એ ક્રિયા શાથી અને શા સાસ થાય છે તે તરફ જુએ; એટલે કે તમારી કઈ વૃત્તિ તમારી પાસે એ ક્રિયા કરાવે છે અને એ ક્રિયા પછી તેનું પરિણામ વૃત્તિ પર કેવા