________________
૩૮૦
આચારાંગસૂત્ર
[૧૪] આ રીતે સત્ય પામ્યા પછી એ ભગવાને સ્પષ્ટ રીતે જાણ્યું કે ઉપાધિ (મમત્વ) એ જ આ સંસારમાં બંધન છે, અને એ મમત્વથી જ આ બિચારા સંસારના સર્વ અજ્ઞાની છે દુખ વેદી રહ્યા છે. તેથી કર્મોને યથાર્થ સ્વરૂપને સમજીને તેના મૂળ હેતુભૂત પાપકર્મને તેઓશ્રી ત્યાગ કરતા હતા અને જગતનેય તે આદર્શ આપતા હતા.
નોંધ –સ્વાનુભવની આ સચેટ સાધના ક્રમપૂર્વક થવાથી જ તે ભગવાનના પદને પ્રાપ્ત થયા હતા તે બતાવવા પૂરતું “ ભગવાન ” વિશેષણ વપરાયું છે. ઉત્તમ પ્રકારનું બીજ કે જે ફલિત થયા વગર રહેતું જ નથી, એવા ક્ષાપિક સમકિતની ઉચ્ચકોટિની ક્ષપકશ્રેણિને ઉપર નિર્દેશ છે. (ક્ષપક્ઝણી ૮ થી ૧૨ માં ગુણસ્થાનક સુધી હોય છે.) ક્ષક્ષકશ્રેણુવાળા જીવને હવે પતન નથી. તેથી જ એને ભગવાન વિશેષણ ઉપયુક્ત છે. બીજે સ્થળે તે ઉપરનાં સૂત્રોમાં મુનિ, શ્રમણ, જ્ઞાતપુત્ર, મહાવીર વગેરે વિશેષણે આવ્યાં હતાં. દિવ્યવસ્ત્ર પાસે આવેલું “ભગવાન” એ વિશેષણ ભાવી તીર્થકૃતની પ્રતીતિરૂપ સમજવાનું છે.
મમત્વ એ સમભાવનું ઘાતક શસ્ત્ર છે. એટલે પહેલાં શ્રી મહાવીરને એ બાધક કારણે નાશ કરવો આવશ્યક લાગે, તથા મમતા ઉતારવી ઈષ્ટ થઈ. એટલે પહેલાં એમણે ગૃહસ્થાશ્રમમાં અર્પણતાના ગુણને ખીલો, વરસીદાન કર્યું, અનુકંપા સેવી, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર સાથેની ઉચિત કર્તવ્યપ્રણલિકા જાળવી, પછી જ વૈરાગ્યભાવની જાગૃતિ થતાં પદાર્થોનો ત્યાગ રાજમાર્ગ તરીકે સ્વીકાર્યો. પરંતુ બાહ્યત્યાગ પછી સંતોષ ન પકડી લેતાં જિજ્ઞાસા જાગૃત રાખી એમણે આ રીતે ધ્યાન, ચિંતન અને નિરીક્ષણારા આંતરિક મમત્વને ઘટાડવા માંડ્યું. એ મનની ક્રિયા ક્રિયાના હેતુએ નહતી થતી, પણ મમત્વવૃત્તિના પલટા માટે થતી હતી.
[૧૫] આથી વહાલા જંબૂ ! તે જ્ઞાની ભગવાને ઈર્યાપ્રત્યયકર્મ તથા સાંપરાયિક કર્મ એમ બન્ને પ્રકારનાં કર્મ તથા તે કર્મોને આવવાનો માર્ગ અને યોગ–એટલે કે એમનું આત્માની સાથે જોડાણ