________________
૩૭૮
આચારાંગસૂત્ર દર્શને, મતો અને ધર્મો સ્વીકારે છે. કર્મ પતે જડ હોવા છતાં જ્યાં સુધી જીવને સંગ હોય ત્યાં સુધી તેને જન્મમરણના ચક્રમાં ફરવું અને જગત સાથે સંબંધિત રહેવું અનિવાર્ય છે. એટલે જે કર્મ છે તો પુર્વભવને સ્વીકાર પણ કરવો જ પડે છે, અને હવે તો પ્રત્યેક પાશ્ચાત્ય તત્વજ્ઞાની પણ એ વાત કબૂલ કરતા થઇ ગયા છે. એટલે આ સિદ્ધાંતને આથી વધુ દલીલોની આવશ્યકતા દેખાતી નથી. પરંતુ કર્મવાદને સ્વીકાર કરવા છતાં ત્યાંના બહોળા વર્ગની એ માન્યતા છે કે આ સંસાર સ્વયંનિયમિત અને વ્યવસ્થિત ચાલે છે, એટલે કે જે જીવાત્માઓ જે નિમાં જન્મે છે તે પાછાં ત્યાં જ જન્મી કર્મ એકત્રિત કરી મરીને પુનઃ તે તે
સ્થાનોમાં અને યોનિઓમાં જન્મે છે. જ્યાંનાં કમ હોય ત્યાં જ તેને અવતરવું રહ્યું. પણ કર્મમીમાંસક શ્રી મહાવીરનો અનુભવ અહં અનેરું અને કંઈ વિશેષ ભાખે છે. તેઓ કહે છે કે -પશુ મરીને પશુ તથા માનવ મરીને માનવ જ થાય તો મુકિતની ઝંખના અને પુરુષાર્થ શા માટે ? જગતમાં જે કંઇ નિયમિતતા અને વ્યવસ્થિતિ દેખાય છે તેનું કારણ કર્મને નૈસર્ગિક કાયદો જ છે. પણ નિયમિતતા અને વ્યવસ્થિતિ બીજા પદાર્થોને તેની યોગ્યતા. પ્રમાણે નિયમિત અને વ્યવસ્થિત રાખે એટલું જ એનું કાર્ય. એ પોતે તે વિચિત્ર છે જ. મોરને પીંછાં આવે, ગાયને શિંગડો આવે, અને ગજરાજને રઢ આવે એ દેખાતી જગતની વિચિત્રતા કર્મની વિચિત્રતાને જ આભારી છે. અને તેનું પરિણામ પણ ભિન્ન હોવું જ જોઈએ. બધાં કર્મોનું પરિણામ એક જ રૂપે કેમ હોઈ શકે ?
આ પછી આ બન્ને વચ્ચેની એક એવી મધ્યસ્થ માન્યતા અસ્તિત્વમાં આવી કે જીવમાત્રનું કર્મ દ્વારા ઉદર્વગમન થાય છે. અને છેવટે મુક્તિ પણ પુરુષાર્થદ્વારા થઈ શકે છે એ વાત માન્ય છે. પણ જગત આખું કમપૂર્વક વિકસે છે અને તે ક્રમ પણ અનુલોમરૂપે, એટલે કે સીધી અને ઊર્ધ્વગતિરેખાએ વિલોમરૂપે નહિ. અન્યથા નિયમિતતા અને વ્યસ્થિતિને નિયમ ખંડિત થાય. આ માન્યતા વિકાસવાદીઓની છે. તેઓ એમ માને છે કે કર્મોની શુદ્ધિ કરે તો જીવ જે યોનિમાં હોય ત્યાંથી તેને વિકાસ થાય છે, અથવા ત્યાં ને ત્યાં રહે છે. અને એનાં કર્મોની જેટલી અશુદ્ધિ તેટલાં તેને સાધનસંપત્તિ ઓછા મળવાનાં અને સુખ અને દુ:ખને અનુભવ પણ કરાવવાનાં. પરંતુ કંઈ જીવ પોતે હોય તે કરતાં નીચેની નિમાં જ નથી. ભગવાન મહાવીર પોતાની સર્વજ્ઞતા દ્વારા તે માન્યતા