________________
પાદવિહાર
૩૭૭
થતો ગયો તેમ તેમ આખા જગતનો કોયડા ઉકેલાતો ગયો, અને પ્રમાણુ મહાવીરની અહિંસાની વ્યાખ્યા વધુ વ્યાપક થતી ગઈ.
આખા વિશ્વ સાથે જેને મૈત્રી સાંધવાના કોડ હોય, જેને જગતના જીવો સાથે પ્રેમનો મહાસાગર ઢોળવો હોય તે એક સૂક્ષ્મ ચૈતન્ય પર પણ ઉપયોગશન્ય વ્યવહાર ન રાખી શકે, લેશ પણ ગફલતભર્યું જીવન ન જીવી શકે, એમ અમણ મહાવીરે ત્યાગમાર્ગમાં જીવીને બતાવ્યું અને સમજાવ્યું કે ત્યાગ વિના પૂર્ણ દયા કે અહિંસા જીવનના એકેએક વ્યવહારમાં વણુઈ શક્તી નથી. આરંભથી મુકિત પણ આ જાતના સાચા જ્ઞાન પછી જ મેળવી શકાય છે. ત્યાં સુધી નિમિત્ત ન મળે, તે આરંભની ક્રિયા ભલે ન દેખાય પણ આરંભ તો છે જ. આરંભનું મૂળ વૃત્તિમાં છે. તે વૃત્તિના સંસ્કાર પછી પલટાઈ જાય છે, અને એ રીતે આરક્રિયાથી મનને વેગ પાછા હઠી જાય છે.
શ્રી મહાવીર પણ આવું જીવન જીવીને છ કાચના પિચર અને છ કાયના નાથ બન્યા. આજે તો વિજ્ઞાનારા આખું જગત સ્વીકારતું થઈ ગયું છે કે પાણી અને વનસ્પતિમાં ચેતન છે અને લાગણી પણ છે. આ જગતકલ્યાણને અનુપમ ઉપકાર કશાચ બાહ્ય સાધન વિના આત્મજ્ઞાનથી જ જાણનાર એ મહાન તત્વચિંતક તપસ્વી શ્રી મહાવીરના ઉદાર ચરિત્રની, પ્રભાવની અને વાણુની પ્રસાદીરૂપ છે, એમ આજે પાશ્ચાત્ય વિદ્વાનો પણ મુક્તક ઠે ઉચ્ચારે છે. આ ઉપરથી એ પણ ફલિત થયું કે જ્ઞાન બહાર નથી; બહાર દેખાય છે તે જ્ઞાનનાં માત્ર સાધન છે, જ્ઞાન નહિ, એટલું જાણ્યા પછી કર્યો આત્માથી અંતર તરફ નહિ વળે ?
[૧૩] મેક્ષાર્થી જંબુ! શ્રમણ તપસ્વી મહાવીરે જ્ઞાનથી એમ અનુભવ્યું છે કે સ્થાવર જીવો પણ કર્માનુસાર ત્રસરૂપે અને ત્રસછે પણ પોતાના કર્માનુસાર ભવાન્તરમાં સ્થાવરરૂપે ઉત્પન્ન થઈ શકે છે. સારાંશ કે જેટલા પ્રમાણમાં છેવોનાં રાગદ્વેષનું ઓછા કે વત્તાપણું તેટલા પ્રમાણમાં સર્વ પ્રાણુ સર્વ કેનિઓમાં કર્માનુસાર પરિભ્રમણ કરતાં રહે છે. (આ રીતનું સંસારનું વૈચિત્ર્ય સંપૂર્ણ જ્ઞાન થવાથી તેઓને જણાય છે.)
નોંધ –આ સૂત્રમાં કમ એ જ ભવભ્રમણનું અને સંસારની વિચિત્રતાનું કારણ છે એમ બતાવ્યું. આ વાતને એક યા બીજી રીતે બધા આસ્તિકવાદી