________________
૩૧૬
આચારાંગસૂત્ર
બચાવવા માટે અગ્નિથી તપાવતા નથી ?” ત્યારે પણ તે મુનિ સાધક એમ કહે કે “ ગૃહપતિ ! જૈનભ્રમણને અગ્નિ સળગાવવા કે ખાળવા કલ્પ્ય નથી (કારણ કે તેમાં જીવજંતુની હિંસાના ભય છે) એટલું જ નહિ બલકે તેની પાસે જઈ શરીરને તપાવવું કે તેમ કરવા બીજાને કહેવું તે પણ કલ્પ્ય નથી.”
માતા કેઃ——મુનિ સાધકની આ ખીના સાંભળ્યા પછી આવા ઉચ્ચ ત્યાગને જોઈ ભક્તિથી તરખેળ થયેલા તે ગૃહસ્થ કદાચ પાતે મુનિની પાસે અગ્નિને સળગાવી મુનિનું શરીર તપાવવા ચાહે તેપણ તે મુનિ સાધક આ પ્રમાણે તેનું હાર્દ જાણી તેને તેમ કરવા સારું પ્રેમપૂર્ણાંક પ્રથમથી જ મનાઈ કરે. અને સમજાવે કે મારા નિમિત્તે તેમ કરવું એ પણ ચેાગ્ય નથી. (તમને તમારી ભક્તિનું ફળ તે। ભાવનાથી જ મળી ચૂકયું છે. માટે હવે તેવી પ્રક્રિયા કરવી ચેાગ્ય નથી.) કારણ કે જૈનભિક્ષુ જેમ કાઈ તે દૂભવતા નથી તેમ પેતા નિમિત્તે કાઈ તે જરા પણ તકલીફમાં મૂકવા ઇચ્છતા નથી. ’’
આવા
નોંધ:-આ બન્ને સૂત્રમાં સાધકે જીવનમાં કેટલા સમભાવ ઉતાર્યા છે તેની સેટીનું વર્ણન છે. બ્રહ્મચારી, સંયમી, ત્યાગી, તપસ્વી કે કાઇ પણ સાધક ઉચ્ચ. છે, એમ સ્વીકારવામાં જરાયે ખાટું નથી. પણ સાધકા પ્રસ`ગ પડયે ઘણીવાર સમતાને ગુમાવી બેસતા હેાય છે. આ ઝિટ કઈ સાધારણ ન ગણાય. વિકાસમાં જે કોઇ ખાસ ખાધક આવરણ હાય તે। એ પણ આ એક જ છે એમ કહીએ તે। ચાલે. તે આવરણનુ નામ છે અભિમાન. ઘણીવાર ચારિત્રવાન ગણાતા સાધકોના જીવનમાંચ ઊંડા અવલાનથી જણાશે કે તેઓ પેાતાની ક્રિયા પાછળ અભિમાનનેા કાંટા લઇને ફરતા હેાય છે. અને તેથી જ જો કોઈ તેમને તેઓ કરતા હેાય તેની વિરુદ્ધ કહે તે તેઓ વાતવાતમાં છેડાઇ પડતા હોય છે. આ કાંટે સમભાવના મૂળમાં જ કાપ મૂકે છે.
સમભાવી સાધકને પાતામાં પૂરેપૂરી ખાતરી હેાય છે. તે જાણે છે કે “ જો હું મારે માટે ક્રિયા કરું છું તેનું ફળ મારા વિકાસઅર્થે જ હેાઇ શકે. જગત તેને ઊલટું રૂપ આપે કે ઊલટી રીતે જીએ તેાય એમાં મારે
તે