________________
સ્વદજય
૪૩
જ્યાં ભુલાય છે એટલે પદાર્થોમાંથી રસ નહિ અનુભવાતાં સ મેળવવાની ઝંખનામાં માનવ પદાર્થોને વિકૃત કરે છે, ચૂંથે છે. અને જેમ જેમ તે પદાર્થોને વિકૃત કરે છે, તેમતેમ વિકૃત રસથી તેને વાસ્તવિક રસ મળતો નથી, પણ ઊલટી રસની ઝંખના વધતી જાય છે. માનવજીવનના અસંતોષનું મૂળ અહીં છે.
પણ જીવનનાં મહત્ત્વનાં અંગો જેવાં કે ચિત્ત, બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિયો વગેરે બધાં વિકૃત થઈ ગયાં હોય, વિકૃતિના અધ્યાસથી ટેવાયેલાં હોય, ત્યાં આ વાત સાધક વિચારે તોયે સહસા હૃદયગ્રાહ્ય ન થાય. એટલે જ પ્રથમ અહીં જીભના રસાસ્વાદનો વ્યવહારુ માર્ગ બતાવ્યો છે. પદાર્થો માત્ર ઉપગિતાની દૃષ્ટિએ જ વાપરી શકાય, અને ઉપયોગિતાનું ભાન તે સહજ રીતે થાય. જ્યાં સહજતા હોય ત્યાં ઉશ્કેરાટ ન હોય, ઉદીરણુંયે ન હોય. આવા સંસ્કાર વિચાર અને ક્રિયાધારા જેમજેમ ઘડાતા જાય તેમતેમ નૈસર્ગિક જીવન બનતું જાય. નૈસર્ગિક જીવનની સાધના કરાવે એ ધર્મ, અને નૈસર્ગિક જીવન જિવાડે એ સંયમ.
સંસ્કૃત રસની લિજત ચખાડે એ સંયમ અને વિકૃત રસની ઝંખનાને વધારે એ વિલાસ. આપણે રસ અને સ્વાદ એ બનેને એક સ્વરૂપ આપ્યું છે, એ જ આપણી વિચારસરણીને મૂળ દોષ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને પોર્વાત્ય સંસ્કૃતિના યુદ્ધનું આ એક મહા અનર્થકારી મૂળ છે. જ્યાં સુધી વિચારસરણની આ ભૂલ ન સુધારાય ત્યાં સુધી વિલાસ અને સંયમ એ બનેમાં વિકૃતિ રહે જ. આપણે ત્યાં પદાર્થો ખારા ઝેર જેવા છે, અસાર છે, અનર્થોત્પાદક છે અને સંસાર પાપમય છે, આવીઆવી ભાવના થઈ જવી કે જગાડવી એને વૈરાગ્ય કહેવામાં આવે છે. પણ પદાર્થોનું નિવારણ ક્યાં સુધી ટકે ? પરિણામે પદાર્થોની ઝંખના તો આવી જ જાય છે અને દૂર રહેવાય છે તેમાં પણ પ્રાય: ઘણાત્મક બુદ્ધિ હોય છે. એટલે આ રીતે પર્વાત્ય સંસ્કૃતિથી ઘડાયેલો પદાર્થોને વિકૃત કરી જીવન ગાળે છે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિવાળો વિલાસમાં રસ મેળવવા મથી જીવનને વિકૃત કરી જીવન પૂરું કરે છે. આ બંને માર્ગો બેટા છે. .
શાસ્ત્રકારોએ રસ અને સ્વાદનો ભેદ પુનઃપુનઃ સમજાવ્યા છે. રસ સ્વાભાવિક છે, સ્વાદ કૃત્રિમ છે. રસભેન્દુત્વ આત્માને રવભાવ છે. શ્રુતિમાંય