________________
પાદવિહાર
૩૬૯ સમજાવી દીધું છે. ત્યાગીઓની દષ્ટિ સાધનોમાંય વિવેકબુદ્ધિપૂર્વકની અને જરૂરિયાત જેટલી મર્યાદિત હોય. અને જે વસ્તુ જરૂરીયાત પૂરતી લેવાય તેમાં મોહ કે આસકિતનું નિમિત્ત ભાગ્યે જ બને એ તો દેખીતી વાત છે. અહીં પણ આસક્તિના ત્યાગને આશચ ધ્વનિત થાય છે. | [] (શ્રી મહાવીરના તે સુવાસિત વસ્ત્રની દિવ્ય વાસથી આકર્ષાઈને અધિક માસ સહિત ચાર્તુમાસ જેટલા લાંબા સમય સુધી ભ્રમર વગેરે ઘણું જંતુઓ તેમના શરીર પર બેસતાં હતાં, આસપાસ ભમતાં હતાં અને હેરાન પણ કરતાં હતાં. (છતાં સમભાવપૂર્વક તે યોગી અડેલ રહેતા.)
નેધ –અહીં ચોમાસાના ચાર માસ સુધી શ્રમણ મહાવીર એક જ સ્થાનમાં રહ્યા હતા અને ચાર માસના જેટલા દીર્ઘ કાળનો એટલે કે વર્ષો તથા શરદ બને ઋતુનો લાભ લઇ ઘણે સમય તેઓ ચિંતન, મનન, અને ધ્યાન ધરવા પાછળ પસાર કરતા હતા. ધ્યાનસમયે તો તેઓ એટલા એકાગ્ર થઈ જતા કે ત્યાં દૂષ્યના વાસક્ષેપની ગંધથી આકર્ષાઈને ભ્રમરાદિ નાના જીવજંતુઓ આવી ગણગણાટ કરતા કે દેહ ઉપર બેસતા, તોયે તેમની એકાગ્રતાનો ભંગ થતો નહિ.
પ્રથમ તે આ સૂત્રમાંથી સાધુ પુરુષના માસાને સ્થિરવાસ શા હેતુએ છે, તે વ્યક્ત થાય છે. ધરતીપટ પર વર્ષાઋતુમાં વનસ્પતિ તથા સૂક્ષ્મ જીવોની ઉત્પતિ ખૂબ બહોળા પ્રમાણમાં થઈ જવાથી વિહારને માટે એ ઋતુ પ્રતિકૂળ બને છે, પરંતુ નિસર્ગજન્ય પ્રતિકૂળતાઓ અનુકૂળતાઓના સર્જન માટે પૂર્વકારણરૂપ બને છે એ નિયમ પણ માનવીએ ભૂલ જોઈ તે નથી. સાધુ પુએ આઠ માસમાં ફરીને, બોલીને, અનેકના પ્રસંગમાં આવીને પોતાની શક્તિઓને વાપરી નાખી હોય છે, તેને સંગ્રહ કરવાનું આ ચાર્તુમાસ્યમાં ઉપયોગી નીવડે છે. અને જ્ઞાન, ધ્યાન મૌન, ચિંતન અને કાચમી સ્થિરતાથી નવીન ચેતના જગવવાનું પ્રબળ નિમિત્ત થાય છે. આ લક્ષ્ય જેટલે અંશે ન જળવાય તેટલે અંશે સાધક જીવન ફીકું દેખાય. વર્તમાનમાં દષ્ટિગોચર થતી ફીકાશ આ લક્ષ તરફની બેદરકારીથી જન્મી છે એમ માનવામાં હરકત જેવું નથી. આજે શ્રમણ મહાવીરના જીવનમાંના આવા વાસ્તવિક અનુકરણ ભુલાયાં છે, પણ શ્રમણ મહાવીરના દિવ્યદુષ્ય પર ત્યારે જે