________________
પાદવિહાર
- ૩૭૧ જેને આટલું ભાન રહે તેણે જ ખરી રીતે ઉપયોગ સાથે છે એમ કહી શકાય.
ઉપ એટલે સમીપે, યોગ એટલે જોડાવું. જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. આ રીતે ઉપયોગી પુષ પિતાની એક સૂક્ષ્મ ક્રિયા પણ વિવેક કે વિચારશૂન્યપણે નહિ કરે. અને વિવેક તથા વિચારપૂર્વક કરેલી ક્રિયા પરપીડાકારી કે નિરર્થક પણ નહિ હોય. સારાંશ કે ઉપયોગપૂર્વકની ક્રિયામાં અને સંયમમાં અહિંસાનો સમાવેશ સહેજે થઈ જાય છે.
નાનાં બાળકે ભયભીત થતાં, કેઇ રડવા લાગતાં અને કોઈ ધૂળ પણ ઉડાડતા. આનું કારણ શ્રી મહાવીરને શ્રમણ વેશ હોય એવો અહીં વનિ છે. બાળકની દષ્ટિમાં કોઈ નવીન પદાર્થ ચડે એટલે પ્રથમ તેમનામાં કુતૂહલબુદ્ધિ જાગે કે ભય પણ લાગે, એ સ્વાભાવિક છે. બીજું આ ઉપરથી એમ પણ માનવાનું કારણ મળે છે કે તે વખતે શ્રમણ મહાવીર જેવો ત્યાગી વર્ગ કવચિત જ હોય; અને એ બાળકોની અપરિચિતતાનું પ્રબળ કારણ તો ખરું જ ને !
આ જ સૂત્રમાં વળી શ્રી મહાવીરની એકાગ્રતાનું આબેહૂબ બયાન વર્ણવાયું છે. શ્રી મહાવીર એટલે દયાના સાગર. અનુકંપકભાવના તો તેમની નશેનશમાં ઊભરાતી; એટલે બાળદનના નિમિત્ત ન બનવા વધુ વધુ ઇચ્છે એ સંભવિત છે. છતાં માનો કે અપવાદ બને તોય બાળક રડે, છતાં તેમને છાના રખવાં કે તેમના તરફ સહાનુભૂતિ દર્શાવવા ઊભા ન રહેવું એની પાછળ શ્રી મહાવીરની અજોડ એકાગ્રતા દેખાય છે. બીજાઓ પોતા પ્રત્યે કઈ દષ્ટિથી જુએ છે એવી જેને લોકેષણ નથી તે જ પુરુષની રસ્તે જતાં પણ આટલી ક્રિયા એકાગ્રતા હોઇ શકે.
[૬] અપ્રમત્ત અંબૂ! કેટલીકવાર ગૃહસ્થ અને તીર્થકરોની મિશ્રિત વસ્તીમાં આવવા જવાનો પ્રસંગ પડતો તે સમયે શ્રી શ્રમણ ભગવાન મહાવીરના અંગોપાંગ જોઈને આકર્ષતી કેટલીક સ્ત્રીઓ તેમને ભિન્નભિન્ન પ્રકારે વિનવવા સુદ્ધાં તેમની પાસે જતી. આ પ્રસંગે પણ તેઓ તે પોતાની આત્મગુહામાં પ્રવેશીને ધ્યાનમાં મગ્ન જ