________________
૩૭૪
આચારાંગસૂત્ર ચિંતવ્યા પછી શ્રી મહાવીરે સૌથી પ્રથમ પિતાની શકિતને વિકસાવવાને એક જ માર્ગ સ્વીકાર્યો.
[૮] કઈ પ્રશંસે કે કોઈ નિન્દ કોઈ વંદે કે કેઈ ન વદે, અને કોઈ બિચારા પામર, નિભંગી કે અનાર્ય પુરુષ તે ગીને દંડાદિથી મારે, વાળ ખેંચે કે દુઃખ આપે તોયે ભવ્ય અને શાન્તભાવને ધરનાર તે શ્રમણુના મન પર તેની કશી અસર થતી નહિ. આત્મનિષ્ઠ જંબુ! આ પ્રમાણે સહજ દશા પ્રવર્તવી એ સૌ કોઈને માટે સુલભ નથી.
નોંધ –એક જ પાત્ર પર પ્રશંસા અને નિંદા બને થાય, તેમાં એ પાત્રને લઈને થાય છે કે પાત્રને જેનારની દૃષ્ટિને લઈને થાય છે તે વાત એક સામાન્ય બુદ્ધિથી વિચારતાંચ સ્પષ્ટ જણાઈ રહે છે. જેનારની દૃષ્ટિથી જેવું દેખાતું હોય તેવી તે ક્રિયા કરે એ સ્વાભાવિક છે. તેમાં વળી પાત્રને લેવાદેવા શું? પણ આ વાત જ્યાં સુધી લોકાભિમુખ દષ્ટિ હોય ત્યાં સુધી સમજી શકાય નહિ અને સમજાય તોયે આચરી શકાય નહિ. શ્રી મહાવીરનું આત્મજ્ઞાન એમનામાં આ સહજતા સહેજે લાવી શકહ્યું હતું. બહારથી જન્મતું સુખ અને દુઃખ એ માત્ર બાહ્ય ધર્મ છે, આત્મધર્મ નથી, એવો એમને સ્વાનુભવ એમને આવાં અનુકૂળ કે પ્રતિકુળ બને નિમિત્તેમાં સમભાવ જાળવી રખાવતે હતો.
[૯] વળી તે યોગી રસ્તે જતાં પણ અસહ્ય અને અતિ કઠોર પરિષહોની કશી દરકાર કર્યા વગર સંયમમાર્ગમાં વીરતાપૂર્વક અડગ રહેતા. માર્ગમાં લોકોથી થતાં નૃત્ય કે ગીતોમાં તેઓ ન રાગ ધરતા કે દયુદ્ધ અથવા મુષ્ટિયુદ્ધ જેઈને ન ઉત્સુક બનતા.
નોંધ –આગળ એકાંત સ્થાનમાં ધ્યાન ધરતી વખતની અને એકાંત સેવતી વખતની વાત કહેવાઈ હતી. અહીં સૂત્રકાર બીજી વાત કહે છે. દયાન વખતે જ ચિત્તની સ્થિરતા કે અડોલતા રહેવી જોઈએ એમ કેટલાક સાધકે. માનતા હોય છે, વળી કેટલાક તો આસન અડોલ રહે પછી ચિત્ત સ્થિર રહો કે ન રહો તોય ધ્યાન થયું એમ પણ માનતા હોય છે, એ ગ્ય નથી. દયાન એ તે ક્રિયા માત્ર છે, એ ક્રિયા પરથી વૃત્તિના સંસ્કાર પર જેટલી અસર થાય તેટલું જ એનું ફળ ગણાય. વૃત્તિના સંસ્કારનો શુભ પલટે થાય એટલે એવા સાધકની પ્રત્યેક ક્રિયા શુદ્ધ બની રહે, એ સ્વાભાવિક છે.