________________
૩૭૨
આચારાંગસૂત્ર રહેતા અને આવા બળવત્તર નિમિત્તો મળવા છતાંય તેમની ક્રિયા આત્મવિકાસથી વિરુદ્ધ બનતી નહોતી, ભાગ્યે જ બનતી.
નેધ–શ્રી મહાવીર સાધનાકાળમાં સર્વથા લોકસંગથી અલગ જ રહેતા. ગુફા, વનખંડ કે તેવાં સ્થાનોમાં તેમનો એકાંત નિવાસ હતો. તેય આહારાદિ લેવા જતાં કે બીજે ગામ વિચરતાં માગે વસતિપરિચય પ્રસંગ પડતે એ સ્વાભાવિક હતું. સૂત્રકાર એ બીનાને અનુલક્ષી અહીં આ વાત કહી નાખે છે.
વિશ્વમાં સ્ત્રીનિમિત્ત એ બીજા અનેક પ્રલોભન કરતાં બળવાન નિમિત્ત છે. વાસનાનું સૂક્ષ્મ પણ બીજ રહ્યું હોય. ત્યાં આ નિમિત્ત અસર કર્યા વગર રહેતું નથી. સ્ત્રીદેહ પરનું આકર્ષણ અને નિરીક્ષણ વાસના હોય ત્યારે જ સંભવે છે. દેહસૌંદર્યથી ભરપૂર સ્ત્રીઓ સ્વયં આવીને આ રીતે યાચના કરે છતાં મનથી પણ અડેલ રહેવું એમાં શ્રી મહાવીરને કેવળ સંયમ કે ત્યાગ જ નહિ, પણ ત્યાગની પાછળના આદશનું-નિરાસક્તિયોગનું વાસના વિનાની આત્મલીનતાનું દર્શન થાય છે.
અહીં એક પ્રશ્ન થવા સંભવિત છે કે જેણે વાસના જય મેળવ્યું છે, તેવા યોગીને જોઈ સામા પાત્રને વિકારી ભાવના કેમ જન્મે ? આ પ્રશ્ન ખૂબ તાત્ત્વિક છે. સ્વજાતીય તત્ત્વ વિના આકર્ષણ સંભવિત નથી, તેમ નિર્સગનો કે કર્મને અબાધિત નિયમ સાક્ષી પૂરે છે. પણ એક વાત અહીં ભૂલવા જેવી નથી કે કેટલીકવાર એક વ્યક્તિ બીજામાં તે ભાવ ન હોય હોય તોયે તેનું આપણું કરી શકે છે. જોકે ક્રિયા થવી કે ન થવી, આકર્ષણનું વધુ વખત ટકવું કે ન ટકવું, એ સામા પાત્રની વાસનાની તરતમતા ઉપર આધાર રાખે છે. પણ કેઈ નિર્વાસનામય પદાર્થ પર પણ આરેપિત ક૫નાદ્વારા આ રીતે આકર્ષણ સંભવે છે. કેઈની આકૃતિ કે તેવું કંઈક જડ પદાર્થનું નિમિત્ત મળતાચે આવું આકર્ષણ થતું અનુભવાય છે. પણ તે આકર્ષણ ક્રિયામાં ન પરિણમે એટલો જ ફેર. એ ક્રિયામાં તે ત્યારે જ પરિણમે કે જ્યારે સામા પાત્રમાં પણ તેવું જ કંઈ તત્વ હોય, કિંવા ઉદ્ભવે. અહીં શ્રી મહાવીરના આ પ્રસંગ ઉપરથી એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે જેની વાસનાને ક્ષય થછે કે જેને દઢ સંકલ્પબળ પ્રાપ્ત થયું છે તે સાધક પણ ઉદીરણું કરી આવાં નિમિત્તો ન જે.