________________
૩૭૦
આચારાંગસૂત્ર વાસક્ષેપ થયેલો એના અનુકરણરૂપે વાસક્ષેપની પ્રથા તો હજુયે ઘણા ગોમાં એ જ રૂપે ચાલી આવે છે. ત્યાગ વખતે દેવો હાજર થાય કે ન થાય, પણ વાસક્ષેપ તે જોઈએ જ. આ અનુકરણનું નામ અંધાનુકરણ છે. રૂઢિ અને
વ્યવહારનું આ જ તારતમ્ય. રૂઢિ એટલે અંધઅનુકરણ અને વ્યવહાર એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવ જોઈ વિવેકબુદ્ધિપૂર્વક કરાતું અનુકરણ. પહેલા અનુકરણમાં થેય જળવાય કે વિકૃત થાય તે સામે જોવાનું જ હોતું નથી, અને બીજામાં ક્રિયા ગૌણ હોય છે. પણ દયેય એ જ મુખ્ય હોય છે. એમાં ક્રિયા થાય છે એ માત્ર ધ્યેયને અનુલક્ષીને જ થાય છે.
[૪] પ્રિય જંબૂ! શ્રી મહાવીરે પૂર્વોક્ત દિવ્યવસ્ત્ર લગભગ તેર માસ સુધી (સ્કંધ પર ધર્યું હતું) છોડ્યું નહોતું, પરંતુ પછી તે એ યોગી વસ્ત્રને ત્યાગી વસ્ત્રરહિત થયા.
નેંધ –આટલો વખત વસ્ત્ર રાખ્યું એની પાછળ પણ રહસ્ય હતું. અને પછી ત્યાગું એની પાછળ પણ રહસ્ય હતું. આથી એટલું તો સ્પષ્ટ કલિત થયું કે ભગવાન મહાવીરને વસ્ત્ર તજવાનો કે વસ્ત્ર ધારણ કરવાનો એ એમાંથી એકેય આગ્રહ ન હોત, અને હેાય પણ નહિ. અહીં અનેકાંતતાનું સ્થાન જીવનવ્યવહારમાં કેવું અને કેટલા દરજજાનું હોવું જોઈએ એ સમજી શકાય છે.
[૫ પ્રિય જં! વિહાર કરતી વખતે એ ત્યાગી મહાપુરુષ રથયૂરિની માફક ચક્ષુને ઉપગ બરાબર રાખીને ઘેંસરી પ્રમાણે માર્ગને (સીધી રીતે સાવધાનીથી જોઈ) તપાસીને અર્થાત કે “ઈસમિતિ” શોધીને ચાલતા હતા. આત્માથી જંબૂ! વિહાર વખતે કેટલાંક નાનાં બાળકે તેમને દેખી ભયગ્રસ્ત થતાં, કઈ ધૂળ વગેરે ઉડાડતાં અને કેટલાંક તે રડવા લાગી જતાં હતાં.
નોંધ –આંખના ઉપયોગની આ વાત છે. પણ તે પરથી અહીં એ કહેવું પ્રાપ્ત થાય છે કે શ્રમણ મહાવીર પ્રત્યેક ઇદ્રિય અને દેહને ઉપયોગ યથાર્થ જાળવતા. આંખથી જેવું એટલે આંખનો ઉપયોગ જાળવી લીધે એવું કોઈ ન સમજે ! જેવું એ આંખનો સ્વભાવે ખરો, પણ તે અને તેટલું જ જોવું જોઈએ કે જે અને જેટલું સંયમની દષ્ટિએ ઉપયોગી હોય,