________________
પાદવિહાર
૩૭૩ વસતિથી દૂર રહેવામાં અને દેહસૌંદર્ય કે ટાપટીપના ત્યાગમાં શ્રી મહાવીરને આ એક મહાન હેતુ હતું. અને આથી જ તેઓ પોતે પિતાના સ્વભાવમાં સ્થિર રહેવા છતાં સામેની વ્યક્તિઓમાં જે આકર્ષક તત્ત્વનું હતું તેનું પણ વાસ્તવિક સમાધાન કરી શક્યા. એટલે કે એ અજોડ યોગીની આ અડેલતામાંથી તેવી સ્ત્રીઓને આ એક ઉચ્ચકેટિનો અદષ્ટ અને અનુનુભૂત આદર્શ મળે, તેમનો જીવનરાહ પલટાઈ જવાનું પ્રબળ નિમિત્ત મળ્યું. જોકે આવાં નિમિત્તે સૌને જીવનરાહ પલટે એવું કંઇ નિશ્વિત નથી. કારણકે રાહ પલટાવાને આધાર પિતપોતાના શુભાશુભ સંસ્કારોના બળ ઉપર છે. પણ જીવ પોતે જેમાં સુખ માની રહ્યો હોય, જગત આખુંચે એક જ ચીલે ચાલી રહ્યું હોય, તેના કરતાં બીજે પણ કઈ માર્ગ છે; અને એ માર્ગે જતું એવું કે પ્રત્યક્ષ જીવતું જાગતું દષ્ટાંત મળે એ નિમિત્ત વૃત્તિ પર એક નવીનતાનું પ્રબળ આકર્ષણ મૂકી જાય છે. અને અમુક પ્રસંગે તે અંકુર ધીમેધીમે ફાલીને નવપલ્લવિત બને છે, એ કંઈ ઓછો લાભ નથી. જીવનમાં આવા પ્રસંગો વિરલ જ મળે છે.
[૭] મુક્તિના મહારથી પ્રિય જંબુ! શ્રમણ મહાવીર ગૃહસ્થ સાથેના અતિ સંસર્ગ છેડીને પ્રાયઃ ધ્યાનમગ્ન રહેતા. આવે વખતે ગૃહસ્થ તેમને પૂછતા તે તેઓ કશોયે ઉત્તર ન આપતાં મૌન ગ્રહણ કરી, પિતાની સાધનામાં જ દત્તચિત્ત રહેતા. આ રીતે પવિત્ર અંતકરણવાળા એ ત્યાગી સાધક મેક્ષમાર્ગને અનુસરતા હતા.
નોંધઃ-સાધનાકાળમાં શ્રી મહાવીર મૌન રહેતા, અને લોકસંસર્ગ એ છે રાખતા. એ પરથી એ સ ધ મળે છે કે જ્યાં સુધી વૃત્તિ પર રહેલા કુસંસ્કાર કે પૂર્વના અધ્યાસે નિમિત્ત મળતાં વાર જ પિતા તરફ ખેંચી શકે એવી જેમની ડામાડોળ સ્થિતિ હોય, નિમિત્તા સામે ટકવાનું પૂર્ણ બળ. હજુ કેળવાયું ન હોય, ત્યાં સુધી તેવા સાધકને કેવળ સાધના તરફ જ વધુ લચ રાખવું ઘટે. સ્વદયા વિના પરદા શક્ય નથી. પોતે પૂર્ણ રીતે સ્થિર થયે હોય તે જ બીજાને સ્થિર કરી શકે. સાધક પોતે આત્મલીનતા પામ્યો ન હોય, તે બીજાને સ્થિર કરવાના કોડ સેવે છે તે સંપૂર્ણ ફળે નહિ. ભાવના ઊંચી હોય તો તેની પાછળ જ્યાં સુધી શક્તિનું અને સાધનોનું બળ ન હોય, ત્યાં સુધી તે ભાવના ક્રિયામાં પરિણમી શકે નહિ એમ ઊંડું