________________
૩૬૮
આચારાંગસૂત્ર [] પ્રિય જંબૂ! (દિક્ષા લેતી વખતે શ્રી મહાવીરને એક દિવ્ય. દુષ્ય મળેલું), પરંતુ તે શ્રમણ સાધકે એમ ન વિચાર્યું કે આ વસ્ત્રનો હું શિયાળામાં ઉપયોગ કરીશ. આત્માથી શિષ્ય! એ મહાશ્રમણે જીવનપર્યત પરિષહ (સંકટ) સહવાને તે પ્રથમથી જ નિશ્ચય કરી લીધે હતે. (આમ છતાં તેમણે વસ્ત્રને તરછેડયું પણ નહિ)છતાં માત્ર તીર્થકરોની પ્રણાલિકાને અનુસરવા માટે તેમણે તે વસ્ત્ર ધારણ કર્યું.
નોંધ –આ સૂત્રથી શ્રી મહાવીરની બે ઉત્તમ ભાવનાઓ સ્પષ્ટ થાય છે. એક તે તીર્થકરેની વાસ્તવિક પ્રણાલિકાને જાળવી રાખવાની, અને બીજી નિરાસક્ત ભાવે પદાર્થ ગ્રહણ કરવાની. શ્રી મહાવીર ધારત તો એ એટલા સમર્થ પુરુષ હતા કે તદ્દન નવો પંથ સ્થાપી શક્ત, પણ એમણે સત્યની સહજ ઉપાસનાને જ જૈનદર્શન માન્યું હતું. પરંપરાથી જૈનદર્શનપ્રણાલિકા ચાલી આવતી હતી, પણ આસપાસના વાતાવરણને અંગે એ દર્શનમાં જે સંકુચિતતા કે અવાસ્તવિક્તા પેસી ગઈ હતી તે જ દૂર કરવાની તે કાળે તેમને ખાસ જરૂરિયાત હતી.
જૈનદર્શનમાં જે જે તીર્થકરે થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતા, પણ માત્ર તીર્થને પુનરુદ્ધાર કરે છે. શ્રી મહાવીરે ભગવાન મહાવીર થયા પછી પણ તે જ કાર્ય કર્યું છે, અને પૂર્વની પ્રણાલિકામાં જે જે સિદ્ધાંતભૂત વસ્તુઓ હતી તે કાયમ રાખી માત્ર રૂઢિનું જ ભજન કર્યું છે. સમાજ, દેશ કે વિશ્વમાં કાર્ય કરનાર પ્રત્યેક શક્તિધરને આ વાત ખૂબ મનનીય છે.
ઘણું સમર્થ સાધકોય વિકારના નાશને બદલે કેટલીકવાર વસ્તુને નાશ કરવા મથી પડે છે. એ માગે શક્તિના વ્યય સિવાય સ્થાયી ફળ કશું મળતું નથી. કારણકે વસ્તુમાત્ર નિત્ય છે, તેને સંપૂર્ણ નાશ કદી સંભવિત નથી. માત્ર સ્થિતિ અંતર થાય છે. એમ છતાં નાશનો પ્રયોગ થાય છે તે પ્રયોગથી તો ઊલટે એક વિકાર મટી બીજો વિકાર પેસી જાય છે.
આ સૂત્રની દૃષ્ટિએ અહીં શ્રી મહાવીરને આ સાધનાને કાળ છે. એટલે સાધકે સમર્થ હોય તોયે તેણે સાધનાના નિયમ પાળવા જ રહ્યા, અને એ દષ્ટિએ એમણે દિવ્ય દુષ્ય સ્વીકાર્યું ખરું, પણ એ ભગઅર્થે નહિ; ટાઢના નિવારણના અર્થેચ નહિ, માત્ર પૂર્વ પ્રણાલિકાની અપેક્ષાએ લીધું. એમ કહી સૂત્રકારે ત્યાગી સાધક પદાર્થોને ઉપયોગ કઈ ભાવનાથી કરે એ