________________
३६६
આચારાંગસૂત્ર
જે વ્યાપારે થાય છે અને તે થતા વ્યાપાર પરથી વૃત્તિ પર જે જાતના વાસના અને લાલસામય સંસ્કારે રૂઢ થઈ જાય છે તેને પૂર્વાધ્યાસે કહેવામાં આવે છે. એવા પૂર્વાધ્યાની અસર વાસના કે લાલસાને પ્રેરનારાં નિમિત્તોમાં રહીને દૂર કરવી શક્ય નથી. એથી જ એ અસરને કાયમી દૂર કરવા માટે ત્યાગ કાષ્ઠાને સાક્ષાત્કાર થયે અને એ સર્વજ્ઞ બન્યા. વીતરાગતાની પરાકાષ્ઠા સાધ્યા પછી જ એમણે પિતાનો અનુભવ જગતને ખોળે ધર્યો.
“અજ્ઞાન દુઃખનું અને જ્ઞાન સુખનું મૂળ છે; સુખ કે દુઃખ બહાર નથી, પણ અંદર છે. બાહ્ય યુદ્ધ છેડી આંતરિક યુદ્ધ કરે; આત્મા જ સુખ અને દુઃખને કર્તા છે.”
આ રીતે જગતનું અજ્ઞાન ટાળવા માટે એમણે રપષ્ટ જાહેર કર્યું કે સત્યને સાધ્ય અને અહિંસાને સાધન બનાવો. એ બે તવામાં નિખિલ વિશ્વની શાન્તિનાં મૂળ છે. પૃથ્વી, પાણી જેવાં સૂક્ષ્મ તોમાંય ચેતન છે, એવું એ અહિંસાના સંપૂર્ણ સાધક સિવાય કોઈએ નહોતું કહ્યું.
અહિંસાની વ્યવહાર સાધનામાં સંયમ, ત્યાગ અને તપ એ પ્રધાન સાધનો છે. અને સાપેક્ષવાદ તથા વિવેક વિના તે અહિંસાનો માર્ગ આરાધી શકાય જ નહિ, એમ એમણે પુનઃ પુનઃ ઘોષિત કર્યું.
જ્યાં ધર્મ, મત, પંથ અને માન્યતાના કદાગ્રહોનું શમન છે ત્યાં જ જૈનત્વ છે. જૈન જન્મતો નથી, પણ થાય છે. શુદ્ધ અહિંસા વૃત્તિમાં છે, ક્રિયામાં જ નથી. જ્યાં વિષમતા છે, ત્યાં ધર્મ નથી. ધર્મ સમતામાં છે. આમ જીવી બતાવી એમણે જૈનસંસ્કૃતિને પુનર્જીવન આપી એને આત્મા વિશ્વવ્યાપી બનાવ્યા.
પંચમહાભૂતનાં પૂજન દિશાપૂજન, ભાષપૂજન, ઈત્યાદિ પૂજનો વિકાસના પ્રતિબંધક છે એમ બતાવી શુદ્ધ ચૈતન્ય અને ગુણપૂજનનું રહસ્ય સમજાવ્યું દ્રવ્યયજ્ઞ, સ્નાન, જડ તપશ્ચર્યા અને કર્મકાંડોથી સ્વર્ગ મળે છે કે વિકાસ થાય છે, એવી માન્યતાની જળથી જનતાને એમણે ઉગારી. અને બાહ્યયુદ્ધથી વર્ગ મળે છે, એ માન્યતાનેય ધ્વંસ કરી એ દ્વારા થતે માનવહત્યાકાંડ રાથો. " વિકાસમાં જાતિનાં બંધન નથી, જીવમાત્ર વિકાસના અધિકારી છે. મનુષ્યત્વ એ એની પ્રથમ ભૂમિકા છે. ત્યાંથી જ વિકાસની સ્વતંત્ર શ્રેણી શરૂ થાય છે. મનુષ્યત્વ, ઘર્મ, શુશ્રષા, જ્ઞાન, વિજ્ઞાન, સયાસત્યપૃથક્કરણ, સમ્યફત્વ, સંયમ, ત્યાગ, અનાસક્તિ, તપ અને કર્મમુકિત એ એ ભૂમિકાઓનો ક્રમ છે, કે જેને વિસ્તૃત સ્વરૂપે ચૌદ ગુણસ્થાનરૂપે ઓળખવામાં આવે છે-એ રહસ્ય સમજાવ્યું. તથા જાતિવાદ