________________
પાદવિહાર
૩૬૫
આ સૂત્રમાંથી શ્રી મહાવીરને ત્યાગમાર્ગ અંગીકાર કરવાનું પ્રયોજન. શું? અને ત્યાગ લીધા પછી એ સ્થાન છોડવાનું પ્રયોજન શું? એવા બે પ્રશ્નો ઉદ્દભવે છે. અનંતને પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે તેણે એ અનંતને માટે અંતવાન પદાર્થો પરથી મોહ ત્યાગ જ રહ્યો. જડના સંગથી ચેતનના માંડ્યો, અને સાથેસાથે એમની સંસ્કારસમૃદ્ધિ પણ વધતી ચાલી. આધ્યાત્મિકતા એ તો એમની સહચરી, તથા દયા અને દાન તો જાણે એમના જીવનના પરમ સાથીદાર, એમના સંપૂર્ણ વિકાસ સુધી એક યા બીજા સ્વરૂપમાં એ બધું રહ્યું જ. આખરે એ વીરને જે દ્વારા વર્ધમાન અભિમાને મળ્યું હતું એ દ્ધિ, સમદ્ધિ અને સંપત્તિને ઉદ્દેશ, જયારે બરાબર સમજાય, ત્યારે પદાર્થો ઉપયોગ કરવા ખાતર મળે છે, પકડી રાખવા માટે નહિ, પદાર્થોના ઉપયોગમાં જે સુખ છે એ પદાર્થો પર મૂંઝાવામાં નથી, આટલું એ સમજ્યા, અને તુરત જ એ સિદ્ધાંતને એમણે અમલમાં પણ મૂકી. દેવાની પૂર્ણ તૈયારી કરી.
જે હાથે કરોડોની સંપત્તિ સાચવેલી એ જ હાથે એને છટથી વહેચી, મે એક વર્ષ સુધી અભેદભાવે સૌ કોઈને અખંડ દાન આપવું શરૂ રાખ્યું અને એ દાનવીર કહેવાયા. પિતાપણાનો જેના પર આરોપ હેય એને છૂટે હાથે આપવામાં નિર્મોહ અને નિમમત્વની સાચી કસોટી થાય છે. આ રીતે દાન એ સંયમનું બીજ છે, એ સૂત્રનું સાર્થક થયું,
આટલી યોગ્યતા પછી રાજપાટ, સ્ત્રી, પરિવાર ઈત્યાદિ પરને સંકુચિત સંબંધ છેડી વિશ્વસંબંધ સાધવા સારુ એમને વીર ( બાહ્ય) મટી મહાવીર (સાચા વીર) બનવાની ભાવના જાગી. રાજ્યવર્ધન, પ્રશ્નારક્ષણ એ ક્ષત્રિયના મુખ્ય ધર્મો ખરા, પરંતુ જે વીરતાને ઉપયોગ “અમુક જ પ્રજા-મારી એમ માનીને થાય, ત્યાં વારતાને વ્યભિચાર છે, અને બાહ્ય રક્ષણ, પોષણ કે પાલન એ ચિરસ્થાયી આરામ જ નથી, જે પિતાના આત્માને પરભાવથી જતાં ન બચાવે, ન પાળે કે ન પોષે તે બીજાને શું બચાવી શકવાનો હતો; એમ જણાતાં એમણે વીરતાને ઉપયોગ પોતાના જીવન
ધન અર્થે કરવાનું ધારી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો અને ત્યાગવીર બન્યા. આ વખતે એમની વય ૩૦ વર્ષની હતી.
ત્યાગ પછી શ્રી મહાવીરનાં સાડાબાર વર્ષ અને પંદર દિવસ જેટલો દીર્ઘકાળ કેવળ સાધનામાં પસાર થાય છેસાધનાકાળમાં અનાર્ય તથા અસંસ્કૃત ગણાતી પ્રજાના વસતિપ્રદેશમાં પાદવિહાર, ભિક્ષા, પરિષહ સહિષ્ણુતા, ઈદ્રિયદમન, તપશ્ચરણ, કેવળમૌન, સ્વાધ્યાય, ચિંતન, ધ્યાન ઈત્યાદિ અંગેનો સમાવેશ છે.
આટલી દીર્ઘકાલીન તપશ્ચર્યા પછી એમને આત્માના સંગવિકાસની પરા