________________
પાદવિહાર
३९७ એ રાજમાર્ગ બને છે. જગતના પ્રત્યેક અનુભવી મહાત્માઓએ એ રીતે ત્યાગનું માહાઓ ગાયું છે. પરંતુ એવો આદર્શ ત્યાગ અમુક ભૂમિકાએ આગળ ગયેલો હોય તે સાધકને જ પચે. અને તે જ નિરાસક્તિનાં દયેયપૂર્વક એને સાંગોપાંગ પાળી શકે, એ વાત ગૃહસ્થજીવનમાં રહીને શ્રી મહાવીરે પ્રાપ્ત કરેલી આદતા પરથી સ્પષ્ટ સમજાય એવી છે.
ત્યાગ એટલે જગતના અમુક જ ક્ષેત્રમાં કલ્પલા કે બાંધેલા મેહજન્ય સંબંધને ખસેડી વિશ્વના સકળ જીવો સાથેના પ્રેમસંબંધમાં જોડાવાની તાલાવેલી જાગવી તે. આ તાલાવેલીને લીધે જ શ્રી મહાવીર પિતાનાં માનેલાં સ્ત્રી, પુત્ર, રાજપાટના સંકુચિત વર્તેલની મમતા છોડી વિશ્વના સકળ જીવજંતુઓ અને વનસ્પતિ જેવાં સૂક્ષ્મ ચેતને સાથે મૈત્રી જોડવા તત્પર થયા.
પોતાનું સ્થાન છોડવાનું પણ પ્રથમ પ્રયોજન તો એ જ કે પોતાને મમતા ન હોય તો બીજા મમતાળુ છો તાજા છુટેલા સંબંધને લીધે દુઃખી થાય. અને એમાંય એમને પોતાનું તથા પરનું અનિષ્ટ દેખાયું હોય. અને બીજું કારણ એ પણ ખરું કે પોતે બીજાના મિત્ર છે એમ તો સૌ કેઈકહે. પરંતુ એનો ખરો અનુભવ તો બીજાના સંસર્ગમાં આવ્યા પછી જ થઈ શકે. આ અનુભવની કસેટી ખાતર ત્યાગીએ શક્ય તેટલાં સ્થાનાંતરે કરવાં, અને વિવિધ પ્રકૃતિવાળા લોકોના માનસને સમભાવે અભ્યાસ કરવો, એ એમની ફરજ હોવી ઘટે. પણ ત્યાંય એના ત્યાગને ઉદ્દેશ એ ન ચૂકે, કે કોઈને બેજારૂપ પણ ન બને, એ રીતે એટલે કે ભિક્ષાચરીથી જીવન નિર્વાહ અને પાદવિહારથી સ્થાનાંતરગમન કરે. આ બે વાતો લક્ષગત રાખી વિહરે.
અને અધિકારવાદનાં મૂળથી જ ખંડન કરી સ્ત્રી, શુદ્ર ઇત્યાદિ સોને અધ્યયન, ત્યાગ તથા મુકિતના સમાન અધિકારી છે એમ એમણે બતાવ્યું.
આ એમની સાધનાકાળ પછીના ધર્મસંરકરણની સંક્ષિપ્ત રૂપરેખા. ભગવાન મહાવીર બુદ્ધદેવના સમકાલીન હતા. ભગવાન મહાવીરને અહિંસાને મોલિક સિદ્ધાંત અખિલ આર્ય સંસ્કૃતિને પ્રાણ બન્યા. અને આ રીતે ભારતવર્ષની વ્યાપેલી જડતામાં ભગવાન મહાવીરના શોધને ચેતન રેડવું. એમનું ૭૨ વર્ષની વયે નિર્વાણ થયું. આજે એ ભગવાન મહાવીરનું નિર્વાણ સંવત ૨૪૬૨મું ચાલે છે..