________________
૩૬૪
આચાસંગસૂત્ર નામ સિદ્ધાર્થ. માતાનું નામ ત્રિશલા. તેઓએ પ્રથમ તે ગૃહસ્થાશ્રમી જીવન ગાળ્યું અને દયા, દાન, આતિથ્ય સન્માન, કૌટુંબિક કરજે, રાષ્ટ્રધર્મ વગેરે ગુઠારા પોતાનું જીવન ખીલવીને જીવનવિકાસનાં પાદચિહની સાધના કરી લીધા પછી પોતાનું ક્ષેત્ર વિસ્તારી ત્યાગમાર્ગ અંગીકાર કર્યો હતો. એમના સંક્ષિપ્ત જીવન માટે નીચેની નોંધ જુઓ.*
ભગવાન મહાવીરનું જન્મસ્થાન રાજનગર ક્ષત્રિય કુંડ. એ મગધ દેશના મહારાજા શ્રી સિદ્ધાર્થના સપૂત અને ત્રિશલાદેવીના અંગજાત હતા. ગુણકર્મથી ક્ષત્રિય ગણાતી જાતિમાં એમને જન્મ એટલે વીરતાને વારસો એમને સ્વાભાવિક હતો. તોયે શ્રીમહાવીર એક સાચા બ્રાહ્મણરૂપે જન્મ્યા હતા.
સરસ્વતીના તો એ જાણે સાક્ષાત અવતાર ! વિદ્યા, કળા અને વિજ્ઞાનના તો એ ભવ્ય ભંડારી. પૂર્વકાલીન અનંત શુભ કર્મોના અખૂટ વારસાને પૂર્વભવથી સંચિત કરતાં કરતાં એમના આત્માએ હવે વિકાસની પૂર્ણ પરાકાષ્ઠા સાધવા માટે બંગાળ પ્રદેશ પસંદ કર્યો અને જ્યાં બ્રાહ્મણ તથા ક્ષત્રિયત્વના છેક જ લિલામ થઈ ચૂક્યાં હતાં
ત્યાં જ તેમના જીવનમાં આર્ય સંસ્કૃતિના ઉચ્ચગામી આદર્શોનું જીવંત પુનરાવર્તન બન્યું. વિદ્યા, કળા અને વીરતા સાધ્યા પછી એમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. બાળપણથી જ
એમનામાં માતાપિતાની ભકિતનાં ઉત્તમ બીજે નવાઈ ચૂક્યાં હતાં. ગૃહસ્થાશ્રમીને માતા અને પિતાએ તીર્થભૂમિ છે, એમને ઋણાનુંબંધ સફળ કરવામાં વિકાસ છે, એમની સેવામાં સ્વર્ગીય સુખ છે, એ જવલંત બેધપાઠ એમનું ગૃહસ્થાશ્રમી જીવન પૂરું પાડતું•
માતાપિતાના દેહાંત પછી પણ પિતાના વડીલ બંધુ નંદીવર્ધનની આજ્ઞા એમને શિરેવંઘ હતી. ગૃહસ્થાશ્રમ એટલે કર્તવ્ય ક્ષેત્રની પુણ્યભૂમિ. વિકાસનાં બીજ એ કર્તવ્યભૂમિમાં જ વવાય. એમના પત્નીનું નામ ચમતી. એમની સાથે એમને લગ્નસંબંધ બંધાય. પત્ની અને પતિને સંગમ એટલે પ્રભુતાને પંથે જતાં બે પથિકે સુગ. શરીરજન્ય મેહ એ પાશવ વૃત્તિનું પ્રતીક છે, અને ત્યાં વિકાસ રોધાય છે. પણ પ્રણય એ એક ઉચગામી આકર્ષણ છે અને એ વાસ્તવિક છે. એવા શુદ્ધ પ્રણયજન્ય આકર્ષણે એ વિકાસાભિમુખ અંતરવાળા યુગલ દંપતીરૂપે સહચાર સાધી આપે. ફળસ્વરૂપે એમને એક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. એમનાં પુત્રીનું નામ પ્રિયદર્શના અને જમાઈનું નામ જમાલી હતું.
- ગૃહસ્થાશ્રમમાં રહેતાં જેમજેમ એમની સાધનપ્રણાલિકા વિપુલ થતી ગઈ, તેમતેમ એમની વિદ્યા, કળા અને લીસ્તાને ઉચ્ચ, ઉચ્ચાતર અને ઉચ્ચતમ ઉપયોગ થવા