________________
પ્રથમ ઉદ્દેશક
પાદવિહાર
આ અધ્યયનના ચાર ઉદ્દેશક છે. એ ચારે વિભાગમાં ભગવાન મહાવીરની સંક્ષિપ્ત છતાં રહસ્યપૂર્ણ જીવની વર્ણવાઈ છે. ભગવાન મહાવીરની સાધનાની શ્રેણીનું નવનીત આમાં ટપકે છે. આ પ્રથમ ઉદ્દેશકમાં કેવળ મહાવીરના વિહારની વાત છે.
- ત્યાગી સાધકને માટે ત્યાગ અને સંયમની દષ્ટિએ પગવિહાર જેટલે ઉપગી છે એટલે જ કલ્યાણની દૃષ્ટિએ પણ પગવિહાર ઉપગી છે. નિ:સ્વાર્થતા, નિર્ભયતા, સ્વાવલંબિતા અને સહજ સંયમિતતાની ચતુષ્ટયી પાદવિહારથી વિકસે છે. ને તે સાધકના જીવનવિકાસની સાધનામાં ચેતના સમાન ઉગી છે.
ઉપદેશક વૃત્તની દૃષ્ટિએ પણ પાદવિહાર ખૂબ ઉપયોગી છે. ગ્રામ્ય જીવનનું નિરીક્ષણ, નિસગિક આનંદ અને સ્વચ્છ વાતાવરણની જેટલી અનુભૂતિ પાદવિહારથી મળે છે તેટલી કદાપિ વાહન દ્વારા ન જ મળી શકે. વાહનથી પરાવલંબી
* શ્રમણ મહાવીરની સાધનાકાળને વિહાર કેવળ આત્મીય જીવનના ધન અર્થે હતે.