________________
ઉપધાન શ્રુત
આ અધ્યયનનું નામ ઉપધાન શ્રુત છે. જૈનદનમાં ઉપધાનના વ્યાપક અર્થ તપધૈર્યાં છે. એ શબ્દના વ્યુત્પત્તિજન્મ આ સામીપ્ટ ધારણ કરવુ એવા થાય છે. આથી એ સ્પષ્ટ રીતે ફલિત થયું કે જે ક્રિયા આત્માભિમુખતા માણ કરાવે તે ક્રિયાનુ નામ ઉપયન. તે શબ્દ સાથે શ્રુત પદ જોડીને ભમવાન સુધાં સ્વામી કે જેણે આત્માભિમુખતાની પરાકાષ્ઠા સાધી હતી એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું વ્યક્તિત્વ તે જે રીતે સાંભળીને પચાવ્યું હતું તે રીતે મહીં પાતાના શિષ્ય શ્રી મામીને ઉદ્દેશીને કહે છે.