________________
૩૪૮
'આચારાંગસૂત્ર [૩] ગુરુદેવ! ત્યાગ કે તપશ્ચર્યાને પ્રધાન હેતુ શો? ગુરુદેવે કહ્યું. મેક્ષાથી શિષ્ય ! પ્રત્યેક સાધક કષાયને મંદ કરવા માટે આહારને ઘટાડે છે. અને એ જ દષ્ટિએ તપશ્ચર્યા હોવી ઘટે. આથી જ વહાલા જંબૂ! જે આહારના ત્યાગથી પ્રકૃતિનો કાબુ ચાલ્યા જતા હોય તો સમાધિશોતિ જાળવવા માટે સાધક જરૂર આહાર લઈ શકે છે. અને એ ખોટું યે નથી. માત્ર એ છૂટ લીધા પછી પિતાનું લક્ષ્ય સુકાઈ ન જવું જોઈએ, એટલું ધ્યાન રહેવું જોઈએ. આ રીતે સાધક અનુક્રમે સંયમ, ત્યાગ અને તપની ત્રિપુટીને કેળવી કષાયોને શમાવી આગળ ધપે અને શિથિલન બનતાં મૃત્યુકાળે મૃત્યુને સુખથી ભેટે.
નોંધઃ—જૈન દર્શનમાં સ્થળે સ્થળે અનેકાંતવાદનાં દર્શન થાય છે, એની આવાંઆવાં સૂત્રો પ્રતીતિ આપે છે. અહીં જે તપશ્ચર્યા કરી છે, તે સંથારા એટલે કે અંતિમ મરણને અનુલક્ષીને કહેવાયેલી છે. પણ તે તપશ્વર્યા શા હેતુએ કરવી એને આ સૂત્રમાં વધુ ફેટ છે. એટલું જ નહિ પણ સૂત્રકારે અહીં એક બીજી ઉત્તમ વાત કરી નાખી છે. અને તે એ છે કે ક્રિયા પિતાને પ્રિય લાગતી હોય, પતે એમાં જોડાઈ ગયા હોય, તોયે પરિણામે કે ક્રિયામાં જોડાયા પછી પોતાનું ધ્યેય તેમાંથી સરતું ન દેખાતું હોય તે તે ક્રિયાને જડની માફક વળગી ન રહેતાં એ વખતે તો તેણે તેને ત્યાગ જ કરી દેવો. એટલે કે ધ્યેય જાળવીને ક્રિયાનું પરિવર્તન કરવું.
આ એક માનસશાસ્ત્રથી સિદ્ધ બીના છે કે એક ક્રિયા કે એક વસ્તુ આપણને એક કાળે અતિપ્રિય હોય, આપણે એને આચરતા પણ હોઈએ, છતાં અમુક પળો એવી પણ આવે કે એ ક્રિયા પિતાને ન ચે. વળી ઘણું વાર એવું પણ બને કે એ ક્રિયા કરવાની પિતામાં પૂર્ણ શક્તિ હોય, ક્રિયા શુદ્ધ છે એની પ્રતીતિ હોય, તોયે તેના ઉપર કંટાળો ઊપજે અને એ મૂકી દેવાનું મન થાય. આ સ્થિતિને અનુભવ આપણને આપણું પિતાના જીવનમાંથીયે ક્યાં નથી થતું ? આમ બનવામાં આપણું પૂર્વઅધ્યાસે, માનસિક નિર્બળતાઓ અને ઊંડાણમાં રહેલી અશ્રદ્ધા કારણભૂત હોય છે. એથી એને વશ થવું વીર સાધકને ન શોભે, એ વાત પણ ખરી છે. તોયે એ પરથી આટલું તો સમજવું જ પડે છે કે વહાલામાં વહાલી ક્રિયા પર પણ અસંતોષ જન્મે. અને એમ થવું એ કેઈ અકસ્માત નથી. તેમ બનવાયોગ્ય છે ને