________________
૩૫૬
આચારાંગસૂત્ર જાઉં છું. એકાંત નિવૃત્તિ તે ખરેખર પૂર્વઅધ્યાસને આગળ આવવાની એક ઉત્તમ તક છે. આ સમયે જીવનભરમાં મહિ અનુભવેલી એવી વાસનાએનાં આદેલનો જમ્બર આઘાત ઉપજાવે છે. એની સામે પ્રત્યાઘાત પણ તેટલો જ પ્રબળ હોવો જોઈએ. તે જ સાધક વિજયી નીવડી શકે.
અહીંને વિજય એ જ સાચો અને અંતિમ વિજય છે, અને અહીંની હાર એ જ અંતિમ હાર છે. જેવી સ્થિતિ જીવનકાળને સરવાળે–મૃત્યુસમયે બને છે, તેવી સ્થિતિ આ પ્રસંગે પણ થાય છે. જીવાત્મા સ્થાનાંતર જઈ પુનર્ભવ પામે છે. આથી જ આવી પળોમાં સાવધ રહેવાનું પુનઃ પુનઃ મહાપુરુષો કહે છે.
[૧૬ વ - મોક્ષાથી જંબૂ આ અણુસણમાં એ સાધકને બહુ અશક્ત થઈ જવાને લીધે જે પીઠ પાછળ ટકે રાખવાની ઈચ્છા થાય તો લાકડાનું પાટિયું રાખી શકાય. પરંતુ એ પાટિયું પિલું ન હોવું જોઈએ. કારણ કે એ પિલાણમાં નાનામોટા જીવજંતુ હવાને સંભવ રહે છે. એથી જે પિલું હોય તે એ બદલીને બીજું પણ લઈ શકાય.
[૧૭] આવે સમયે જે ક્રિયાથી આત્મા દૂષિત થાય તેવી કોઈ પણ ક્રિયાનું સાધક કદી અવલંબન ન લે. સર્વ સંદેષ યોગોથી આત્માને દૂર કરીને (માત્ર ઉપસ્થિત થતા) સર્વ પરિષહ તથા ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે.
નોંધ –દેહભાન ભૂલી કેવળ આત્મભાનમાં રહેવાનું ધ્યેય સૂત્રકાર પુનઃ પુનઃ વ્યક્ત કરે છે.
[૧૮] ( ઇંગિત અણસણની વિધિ સમાપ્ત કરી હવે ગુરુદેવ પાદપપગમન અણુસણની વિધિ કથે છે.) પ્રિય જંબૂ! (પાદપોપગમન) અણસણને જે શ્રમણ સાધક સ્વીકારે છે એનું શરીર અકડાય કે પ્રાણીઓથી પીડાય તોપણ એને પોતાના સ્થાનથી લેશ માત્ર ડગવાનું હોતું નથી. સારાંશ કે આ રીતે પાદપિગમન અણસણને વિધિ અતિદઢ અને કડક હોય છે.
[૧૯] ક્ષાર્થી શિષ્ય ! એથી જ આ અણસણ ત્રણે જાતનાં