________________
૩૫૮
આચારાંગસૂત્ર
દેવી એ અહીં આગ્રહ છે. કેટલાક સાધકે એક તરફ વૃત્તિને પદાર્થોતરફ ઢળવા દે છે, અને બીજી બાજુ પોતે તટસ્થ દ્રષ્ટા રહેવાના મનોરથ, સેવે છે. તે માર્ગ સૂત્રકારની દૃષ્ટિથી જોતાં સર્વથા સુરક્ષિત નથી.
[ ૨૨) મેક્ષાથી જંબૂ! કદાચ પ્રસંગોપાત્ત કઈ રાજાદિ અથવા કોઈ શ્રીમંત આવીને કામગ સંબંધી અનેક પ્રકારનાં પ્રભને બતાવી ભેગોનું નિમંત્રણ કરી શ્રમણ સાધકનું મન લેભાવે, તે તે પ્રસંગે પણ શ્રમણ સાધક ક્ષણભંગુર એવા શબ્દાદિ વિષય તરફ પિતાની રાગવૃત્તિને ઢળવા ન દે. તે તો સદા સ્થિર જ રહે અને નિજાનંદ સ્વરૂપની જે માત્ર આકાક્ષા રાખી આત્મદશામાં લયલીન રહે.
[૨૩] અથવા કેઈ શાશ્વત (એટલે કે મરણુપર્યત કાયમ રહે તેવા) ભેગ, વૈભવો કે દ્રવ્યની લાલચ આપી તેવા શ્રમણ સાધકને નિમંત્રણ કરે છે તે વખતે તે વિચારે કે જે મારું શરીર પોતે જ શાશ્વત નથી તે એ દ્વારા ભગવાતી બીજી વસ્તુ શાશ્વત કેમ હોઈ શકે ? વળી કઈ દેવતા આવીને કોઈ પ્રકારની વિવિધ માયાજાળ બતાવે તો ત્યાં પણ ઉપરની શ્રદ્ધામાં જ તે સ્થિર રહે. સર્વ પ્રપોથી દૂર રહીને તે સમજે કે, આ તે બધી માયા ખરેખર ભ્રાન્તિ જ છે.
નેધ–કે જીવનમાં પળે પળે તો છે જ. પરંતુ એ એટલું ધીમું હોય છે કે સામાન્ય માનવીને તે સ્પષ્ટ દેખાતું નથી. અને એથી એ અનેક દ્રો વચ્ચે પણ જીવનની આશાના મધુબિંદુએ ચાલ્યા જ જાય છે. પણ જ્યારે મૃત્યુની નોબત વાગે છે ત્યારે એની ઊંઘ ઊડી જાય છે.
એક તરફ એની જીવન આશા રંધાય છે અને બીજી તરફ એના બાંધેલા અનેક આશાઓ, મહેચ્છાઓ અને કલ્પનાઓના કોટ તૂટી પડે છે. આ બે તરફના મારા વચ્ચે રહેલો માનવી મૂંઝાય છે, અકડાય છે, ચોમેર ઝાવાં મારે છે, કરુણ કાકલુદી કરે છે અને ભાન ભૂલે છે. એટલા જ સારું સૂત્રકાર મહાત્મા મરણકાલીન સ્થિતિને સમાધિમય રાખવાના વ્યવહાર ઉપાય દર્શાવી પુન:પુનઃ તે ચાદીને તાજી કરાવે છે. આગળ પ્રતિકુળ પ્રસંગેનું વર્ણન થયું. આ બને સૂત્રોમાં અનુકૂળ પ્રસંગોનું વર્ણન છે. પ્રતિકૂળ પ્રસંગમાં