________________
સમાધિવિવેક
૩૫૫
પ્રતિજ્ઞાભંગ તો પ્રાણભંગથી વધુ કનિષ્ઠ છે, અને એ વાત આગળ કહેવાઈ ગઈ છે. અહીં આ સ્ટને નિર્દેશ કરવાનું એ કારણ છે કે પ્રતિજ્ઞામાં મળતી છૂટનો દુરુપયોગ ન થવો ઘટે. એટલું જ કહ્યું કે જે અંગ અડાઈ જાય તે નો લાભ લેવો.
આમાંથી ફલિત એ થયું કે પ્રતિજ્ઞામાં રાખેલી છુટ શા માટે છે, તે સમજી એને દુરુપયોગ ન કરવો, તેમ જડ કદાગ્રહ પણ ન રાખવો.
[૧૪] અહે જંબૂ! આ ઇગિત અણસણ માટે નિયત (નક્કી) કરેલી ભૂમિમાં તે અણસણ કરનાર શ્રમણ સાધક ચિત્તની સમાધિ માટે જવું, આવવું, બેસવું, પગ ફેલાવવા, સંકેચવા વગેરે ક્રિયાઓ કરી શકે છે. પણ જે તે સમર્થ સાધક હોય તે તેણે ખાસ જાણી જોઈને છૂટ ન લેવી; કેવળ અચેતન (નિર્જીવ) પદાર્થની માફક એક આસને અડગ જ થઈને રહેવું.
નોંધઉપરની વાતને અહીં વધુ ફેટ છે.
(૧૫) જે સાધક તદન સ્થિર ન રહી શકે અને બેસી બેસીને થાકી જાય, તે તેણે (ચિત્તસમાધિ અર્થે) હરવું ફરવું અથવા હરતાંફરતાં થાક લાગે ત્યારે અયત્નપૂર્વક બેસવું, અને બેસવાથી થાકી જાય તે શયન કરવું ( તેના માટે યોગ્ય છે. ]
[૧૬ ]–વળી હે જંબુ ! આવા પવિત્ર અણસણના માર્ગમાં પ્રયુક્ત થયેલા શ્રમણ સાધકે (ખાસ કરીને એક લક્ષ રાખવાનું તે એ કે–) પોતાની કોઈ પણ ઇદ્રિય વિષયો તરફ ન ધકેલાઈ જાય તે માટે પૂરતો સંયમ રાખ.
નેંધ –મનેભાવના પણ વિષય તરફ ન ઢળે એટલા અસાધારણ સંયમની દષ્ટિએ અહીં આ વાત સૂત્રકારને કહેવી પડી છે. અંતિમ સમાધિમાં વિષય તરફ ઢળતી વૃત્તિ મહાન અંતરાયભૂત છે એવું એ સમજાવવા માગે છે. સતત જાગક્તા વિના એમ રહેવું અશક્ય છે. સાધક જ્યારે કેઈ પણ ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે તેને પૂર્વ અધ્યાસે જરાયે પડતા નથી; અને એ પરથી એને એમ પણ લાગે છે કે હું હવે નિર્વિકારી થઈ ગયે છું, કે તે