________________
આચારાંગસૂત્ર
[૧૧] કારણ કે ઇંગિત મરણના અણુસણુ સંબંધમાં જ્ઞાત પુત્ર ભગવાન વીરે ફરમાવ્યું છે કે આ જાતના અણુસણ કરવાવાળા સાધક પાતે પેાતાની મેળે જ ઊઠવું, પાસું ફેરવવું અને કુદરતી હાજત નિવારવી ઇત્યાદિ ક્રિયા કરી શકે છે. ખીન્ન દ્વારા એ પેાતાનું કા કરાવી શકતા નથી, એવું વિધાન છે.
૩૫૪
નોંધઃ—સાતમા ઉદ્દેશકમાં જે ત્રણ પ્રકારનાં અણુસણેાની વાત આગળ કહેવાઈ ગઈ છે, તેમાંનું આ ખી અણુસણ છે. એની વિશેષ સમજ ત્યાંથી
જોઈ લેવી.
[૧૨] પ્રિય જમ્મૂ ! આવા અણુસતા ધારણ કરનાર સાધક વનસ્પતિ કે ક્ષુદ્ર જીવજંતુવાળી જગ્યામાં સૂએ નહિ; માત્ર નિવ અને નિર્દોષ સ્થાન પસંદ કરી ત્યાં શયન કરે, તેમજ આહારના ત્યાગ કરીને જે કંઈ માનવ, દેવ કે પશુ કે પ્રાણીજન્ય સંકટા પડે તે સમભાવપૂર્ણાંક સહન કરે.
[૧૩] અપ્રમત્ત જંખ્! અણુસણુ આદરી શય્યા પર સૂતાં સૂતાં કદાચ એ સાધકની હાથ, પગ વગેરે ક્રિયા બહુ અકડાય ત્યારે ઇંદ્રિયાને હેરવીફેરવીને પણ સમાધિ પ્રાપ્ત કરે; કારણ કે તેમ ( ક્રિયા ) કરવા છતાં જો સમાધિસ્થ રહેવાય તેાયે એ ક્રિયા થવા છતાં પવિત્ર અને અચલ જ ગણાય છે.
નોંધઃ—જે ક્રિયાથી ચલિત નથી પણ ચિત્તથી ચલિત છે તે અચલ નથી, પણ જે ક્રિયાથી ચલિત હેાવા છતાં ચિત્તથી નિશ્ચલ છે તે અચલ છે, એમ કહી સૂત્રકાર એ સૂચવે છે કે આ બધા નિચમે સ્થિરતા અને સમાધિ મેળવવા અર્થે છે. તે પાછળ જતાં જો સમાધિને ભંગ થતા હોય તે તે ક્રિયાને પડી રાખી સમાધિને ભંગ કરવે તે કરતાં સમાધિ - નળવવા ક્રિયા બદલવી એ યેાગ્ય છે.
પરંતુ આ ઇંગિત મરણમાં આવી ક્રિયાની છેક જ પ્રતિજ્ઞા નથી હાતી એ વાત ભૂલવી ન જોઇએ. લીધેલી પ્રતિજ્ઞામાં જે પ્રકારની છૂટ છે એને લાભ લેવાનું આમાં સૂચવ્યું છે, પ્રતિજ્ઞાને ભાગ કરવાનું નહિ.