________________
સમાધિવિવેક
૩૪૭ એમ માનવામાં ભૂલ અને દંભ છે. હા; એ બનવા ગ્ય છે કે તેમાં અલ્પતા કે બહુતા હોય તોયે શક્તિ અલ્પ હોય તો એને વધુ કેળવી અને સમાધિ સાધવી એ સૌનું કર્તવ્ય થઈ પડે છે. અને શક્તિ ક્રમપૂર્વક ચાલવાથી આવે જ છે, એ વાત જે નિશ્ચિત છે તે પછી શુદ્ધ માર્ગે પુરુષાર્થ કરવો જ રહ્યો.
[૨] અહી જંબૂ! જેઓ બાહ્ય (શરીરાદિ) તથા આંતરિક (રાગાદિ શત્રુઓ) એ બંનેનું યથાર્થ સ્વરૂપ સમજશે અને પછી ક્રમશઃ તેની બૂરી અસરથી છૂટશે, તેવા ધર્મના પારગામી અને જ્ઞાની મુનિ સાધકે અનુક્રમે સાધનામાર્ગમાં આગળ વધી કર્મોથી સર્વથા છૂટી શકશે.
નોંધઃ–પણ ક્રિયા હેતુશન્ય ન હોવી ઘટે. કોઈ પણ અનુષ્ઠાન લક્ષ્યરહિત ન હોવું ઘટે; નહિ તો અર્થનો અનર્થ થાય. એ માટે સૂત્રકાર મહાત્મા અહીં સ્પષ્ટ ભાખી દે છે કે ચેતનને ચોટેલાં જડ કર્મોથી ચેતનને મુક્તિ મળે એવી ચિત્તની સ્થિતિ બનાવે એ અનુષ્ઠાન જ લક્ષ્યયુક્ત ગણાય. અનુભવ પણ એમ જ કહે છે કે જે ક્રિયાની પાછળ આ હેતુ હોય છે, તે જ ક્રિયા સ્વ અને પર, વ્યક્તિ અને સમાજ, રાષ્ટ્ર કે વિશ્વને ઉપકારક થઈ પડે છે. આવા હેતુથી રહિત જે ક્રિયા થાય છે, તે સ્વ તથા પરને નિરર્થક અને બાધક નીવડે છે. ઘણા શુષ્ક કર્મકાંડીઓ કે ક્રિયાકાંડ આચરનારા પિતાનું આંતરિક જીવન ગમે તેવું કલુષિત હોય તોયે ક્રિયાથી જ માત્ર આત્મસંતોષ પકડી બેસી રહેતા દેખાય છે; એટલું જ નહિ બલકે જેઓનું આંતરિક જીવન શુદ્ધ હોવા છતાં અવકાશના અભાવે કે બીજા કોઈ કારણે બાહ્ય ક્રિયા પૂર્ણ રીતે ન કરી શક્તા હોય, તેમને પિતા કરતાં હલકા ગણવાની તથા હલકા બનાવવાની તેઓ ધૃષ્ટતા પણ કરે છે. આ દશા અતિ ખેદજનક છે. ક્રિયાઓ એટલા માટે જરૂરી છે કે તે ક્રોધાદિ રિપુઓ ઘટાડી તથા પ્રેમ, પવિત્રતા, નમ્રતા વગેરે ગુણો પ્રાપ્ત કરાવી વિશ્વ બંધુત્વનો વિકાસ સાધવામાં ઉપયોગી નીવડે છે. એટલે જે ક્રિયાથી તે રિપુઓ ન ઘટે અને ઊલટા વધે તે ક્રિયા શુદ્ધ ન જ ગણાય. પ્રત્યેક સાધકે આ શ્રેય જાળવીને ક્રિયા. કરવી ઘટે, એવો અહીં ધ્વનિ .