________________
૩૫૦
આચારાંગસૂત્ર શાણે સાધક કોઈ પણ વાસના આગળ ન રાખે. સારાંશ કે જીવિત કે મરણ એ બન્ને પૈકી કોઈ પણ દશા પર આસક્ત ન જ થાય, પરંતુ મધ્યસ્થ–સમભાવી બની કેવળ કર્મક્ષયના હેતુ માટે જ જીવનના અંતપર્યત સમાધિભાવ–સહજ શાન્તિને જાળવી રાખે.( અને તે શાંતિ ચાલી ન જાય તે સારુ) પ્રથમ (આંતરિક તથા બાહ્ય) ઉપાધિને છોડીને અંતઃકરણની શુદ્ધિ કરે.
નેધ–સમાધિનું લક્ષ્ય હેય એ સાધક મરણ અને જીવન બન્ને માત્ર કર્મજન્ય સહજ અવસ્થા છે એમ સમજે. જેને આવું સમજાય એને જીવનને મોહ કે મરણને ભય એ બેમાંથી કશુંયે ન હોય એ સ્વાભાવિક છે. એવો સાધક જીવે ત્યાં સુધી મધ્યસ્થ ભાવથી જીવી શકે, અને મરણું આવે તે તેને પ્રસન્ન હૈયે ભેટી પણ શકે. એ વખતની તપશ્ચર્યા પણ એ જ હેતુએ ઉપયોગી છે. તે હેતુ ન સરતાં ઊલટું દેહભાન વધુ પીડે તે છેડે વખત તપશ્ચર્યા સ્થગિત કરવી એ વાત પણ આગળના સૂત્રમાં સૂત્રકારે આપી દીધી છે. હવે એ વખતે કે રેગાદિ ઉપદ્રવ આવી પડે તે શું કરવું, તે જણાવે છે.
[૫] અણસણ સમયે કદાચિત આકસ્મિક રીતે કોઈ રોગ ઉત્પન્ન થઈ જાય અને ચિત્તસમાધિ યથાર્થ રીતે ન રહેતી હોય તે તે સ્થિતિમાં સાધક (અણસણમાં પણ) તે રોગ નિવારવાના શુદ્ધ ઉપાયો કરી શકે, પરંતુ એ ઉપાય કર્યા પછી જ્યારે સમાધિ પ્રાપ્ત થાય ત્યારે તુરત જ એમણે પૂર્વપ્રયાગ ચાલુ રાખવો ઘટે.
નોંધ –અણસણમાં ઔષધાદિ ચોપડવાને પણ ત્યાગ હોય છે, છતાં તેવા પ્રસંગમાં જે ચિત્તસમાધ ન રહેતી હોય તે તે જાળવવા માટે રોગ્ય અને નિર્દોષ ઔષધની સૂત્રકાર પોતે છૂટ આપે છે. આ પરથી અણસણને હેતુ શો હોવો ઘટે? અને પ્રત્યેક ક્રિયામાં અનેકાંતવાદને કેટલું ઉમદા સ્થાન હોવું ઘટે? એ વધુ સ્પષ્ટ સમજી શકાશે. ક્રિયાનું મહત્વ આ રીતે સમજાય તે વ્યવહાર અને નિશ્ચય બનેને સુમેળ સધાઈ રહે. જે ક્રિયા પાછળ બેચને ચૂકીને પણ વળગી રહેવાય છે તે ક્રિયા નથી પણ